મુખ્ય સમાચાર
News of Thursday, 13th August 2020

દિલ્હી પોલીસ એલર્ટ

લાલ કિલ્લા પર શનિવારે ખાલીસ્તાની ઝંડો લહેરાવાનું નાપાક ષડયંત્રઃ ૧ કરોડનું ઇનામ

અમેરીકામાં સક્રિય ખાલીસ્તાની સંગઠન સિખ ફોર જસ્ટીસે એક વાર ફરી ભારત વિરૂધ્ધ નાપાક કાવતરૂ ઘડયું છે. આ ત્રાસવાદી સંગઠને એલાન કર્યુ છે કે ૧પ ઓગષ્ટના દિવસે જે કોઇ લાલ કિલ્લા પર ખાલીસ્તાનનો ઝંડો લહેરાવશે તો તેને સવા લાખ  ડોલર (૧ કરોડ રૂ.)નું ઇનામ આપવામાં આવશે. જેને પગલે દિલ્હી પોલીસને એલર્ટ કરી દેવામાં આવેલ છે. સિખ ફોર જસ્ટીસના સુપ્રિમો ગુરૂપતવંત સિંહ પન્નુને એક નિવેદન દ્વારા જાહેર કરેલ કે ૧૫ ઓગષ્ટ શીખો માટે સ્વતંત્ર દિવસ નથી. અમને૧૯૪૭ના ભાગલા સમયના મહાત્રાસની યાદ આપે છે. બદલ્યા હોય તો માત્ર શાસક બદલ્યા છે ? અમને આજે પણ ભારતીય બંધારણમાં અને પંજાબના સંશોધનોનો ઉપયોગ અન્યાય પૂર્ણ રીતે બીજા રાજયો માટે કરાય છે. આપણને વાસ્તવમાં સ્વાતંત્રની જરૂર છે.

છેલ્લા મહિનાથી ગુરૂપતવંત સિંહ ઉપર કાનુની ગાળીયો મજબુત બનતો જાય છે. તેમના અને તેમના સાથીઓ ઉપર ૬ એફ.આઇ.આર. દાખલ કરાયેલ છે. છેલ્લા કેટલાય સમયથી રાજકીય જનમતની માગણી ઉઠાવી રહેલ છે અને શિખ સમુદાય માટે અલગ રાજયની માંગ કરી રહેલ છે.

ગુરૂપતવંત સિંહની ચેતવણી પછી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ આકરી કરવામાં આવી રહી છે.

(3:25 pm IST)