મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

વિજળી ચોરીના કેસમાં દિલ્હી હાઈકોર્ટે શખ્સને સંભળાવી અનોખી સજા, 50 ઝાડ લગાવવાં પડશે

ઝાડની લંબાઈ ઓછામાં ઓછી છ ફીટ અને આયુ સાડા ત્રણ વર્ષ હોવી જોઈએ.

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે વિજળી ચોરી કરનાર એક શખ્સને એવી સજા સંભળાવી છે જેને સાંભળી તમે દંગ રહી જશો. અદાલતે શક્સની સજા ખતમ કરવા પર સંમતિ આપતા તેને સામુદાયિક સેવા તરીકે 50 ઝાડ રોપવાનો આદેશ આપ્યો. સાથે જ હાઈકોર્ટે એમ પણ કહ્યું કે આરોપીને 50 ઝાડ એક મહિનામાં જ રોપવા પડશે અને તેનો રિપોર્ટ ઉપ-વન સંરક્ષક સમક્ષ રજૂ કરવાનો રહેશે.

ન્યાયમૂર્તિ સંજીવ સચદેવાએ આરોપીને વન વિભાગના ઉપસંરક્ષક (પશ્ચિમ)ની દેખરેખમાં સેન્ટ્ર રિજ રિઝર્વ વન, બુદ્ધ જયંતી પાર્ક, વંદેમાતરમ માર્ગમાં ઝાડ લગાવવાનો આદેશ આપ્યો. ન્યાયાલયે કહ્યુ્ં કે ઝાડની લંબાઈ ઓછામાં ઓછી છ ફીટ અને આયુ સાડા ત્રણ વર્ષ હોવી જોઈએ.

 

અદાલતે વ્યક્તિ અને ડીસીએફને આદેશના અનુપાલન પર એક શોગંધનામું દાખલ કરવા કહ્યું. કહ્યું કે ડીસીએફ પેડ લગાવતા પહેલા અને તે બાદની તસવીરો ખેંચે અને સોગંધનામા સાથે કોર્ટમાં દાખલ કરે. અદાલતે વ્યક્તિની એ અરજી પર આ આદેશ આપ્યો છે જેમાં તેણે વિજળી ચોરીના અપરાધ માટે તેની વિરુદ્ધ આરોપ નક્કી કરવાને પડકાર ફેંક્યો હતો.

(12:00 am IST)