મુખ્ય સમાચાર
News of Monday, 13th August 2018

આઇએસ ટેરર મોડલ સ્થાપવા બદલ બે શખ્સોની ધરપકડ થઇ

હુમલા કરવાની યોજના તૈયાર થઇ રહી હતી : નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા પૂર્વ સીમી પ્રમુખના ભત્રીજાની ધરપકડ : ઇરાદા ખૂબ ખતરનાક હતા : રિપોર્ટ

નવી દિલ્હી,તા. ૧૩ : નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)ને મોટી સફળતા હાથ લાગી છે. એનઆઇએની ટીમ દ્વારા સ્ટેટ ટેર ગ્રુપના શખ્સ અબ્દુલ્લા બાસીત અને સીમીના પૂર્વ પ્રમુખ સૈયદ સલાઉદ્દીનના ભત્રીજાની ધરપકડ કરી લીધી છે. સૈયદની અગાઉ તેની ખતરનાક પ્રવૃતિ બદલ નોંધ લેવામાં આવી હતી.

હૈદરાબાદમાં આઇએસ ટેરર મોડલ સ્થાપિત કરવા અને હુમલાની યોજના તૈયાર કરવા બદલ આ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધાર પર સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ૨૪ વર્ષીય બાસિતની અન્ય એક ૧૯ વર્ષીય શખ્સ મોહમ્મદ અબ્દુલની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને શખ્સો હૈદરાબાદમાં આઇએસની વિચારધારાને સજીવન કરી રહ્યા હતા. સાથે સાથે હુમલા કરવાની યોજના પણ બનાવી રહ્યા હત. તપાસ સંસ્થાએ દાવો કર્યો છે કે તેમની પાસથી ડિજિટલ સાધનો સહિત વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. બોમ્બ બનાવવા સાથે સંબંધિત સામગ્રી તેમની પાસેથી મળી આવી છે. તેમની પુછપરછ કરવામં આવ્યા બાદ કેટલીક નવી વિગત પણ સપાટી પર આવી છે. બાસિતની અગાઉ પણ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫માં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં એનઆઇએ દ્વારા જ્યારે હૈદરાબાદમાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારે તેની બહેન પણ ઝડપાઇ ગઇ હતી. તે સિરિયામાં બેઠેલા કેટલાક આઇએસના લીડરો સાથે સીધી રીતે સંપર્કમાં હતી. તેમના આકાઓના પ્લાન હવે ફ્લોપ રહ્યા છે. ઇસ્લામિક સ્ટેટના ગ્રુપ શખ્સની સાથે ઝડપાયેલા મોહમ્મદ અબ્દુલ કાદિરના આવાસ પર બોમ્બ બનાવવા માટેની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. કાદીરના સંબંધમાં જે માહતી મળી છે તે મુજબ તે ૧૦ ધોરણમાં ફેલ થઇ ચુક્યો છે. આઇએસમાં સામેલ થવાના પ્રયાસ વેળા તે અગાઉ વર્ષ ૨૦૧૬માં ઝડપાયો હતો. છેલ્લા  કેટલાક મહિનાતી તેની ગતિવિધી પર તપાસ સંસ્થાઓની ચાંપતી નજર હતી. અન્ય પાચ શખ્સોની પણ હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે.(૨૧.૨૮)

(4:22 pm IST)