મુખ્ય સમાચાર
News of Tuesday, 13th July 2021

પોતે ખાધું, મિત્રોને ખવડાવ્યું પણ જનતાને ખાવા નથી દેતા : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રોજેરોજ સરકારને કોઈને કોઈ મુદ્દે ઘેરે છે : કોરોનાના મારમાંથી પ્રજા બહાર આવે ત્યાં વધતી મોંઘવારીએ લોકોના બજેટ બગાડી નાંખ્યાનો આક્ષેપ

નવી દિલ્હી, તા.૧૩ : દેશમાં પેટ્રોલ ડિઝલના ભડકે બળી રહેલા ભાવ અને તેના પગલે વધી રહેલી મોંઘાવારીથી લોકો પરેશાન છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મુદ્દે મોદી સરકારને આરોપોના કઠેડામાં ઉભી કરી છે.

રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી રોજ ટ્વિટર પર સરકારને કોઈને કોઈ મુદ્દે ઘેરી રહ્યા છે. હવે તેમનો નિત્યક્રમ થઈ ગયો છે.આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પોતે ખાધુ, મિત્રોને ખવડાવ્યુ પણ જનતાને ખાવા દેતા નથી.

ઉલ્લેખનીય છે કે, મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશભરમાં દેખાવો પણ થઈ રહ્યા છે.કોંગ્રેસનુ કહેવુ છે કે, કોરોનામાંથી લોકો હજી માંડ બહાર આવ્યા છે ત્યારે વધતી મોંઘવારીએ લોકોના બજેટ બગાડી નાંખ્યા છે.

ઉલ્લેખનીય ચે કે, જુન મહિનામાં ભારતનો રિટેલ મોંઘવારી દર ઘટીને .૨૬ ટકા રહ્યો છે.જે મેમાં .૩૦ ટકા હતો.બીજી તરફ મે મહિનામાં ભારતના ઔદ્યોગિત ઉત્પાદનમાં ગયા વર્ષના મુકાબલે ૨૯.૭૭ ટકાનો ધારો જોવા મળ્યો છે.

(7:43 pm IST)