મુખ્ય સમાચાર
News of Tuesday, 13th July 2021

ઓછી આવકના કારણે ખરાબ ગુણવત્તાવાળો ખોરાક ખાય છે વિશ્વની મોટી વસ્તી

મહામારી પહેલા પણ ત્રણ અબજ લોકો નહોતા ખરીદી શકતા આરોગ્યપ્રદ ખોરાક

મેસેરયુસેપ્સ, તા.૧૩: કોરોનાના કારણે મકાનઇ, દૂધ, બીન્સ અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવ તો વધ્યા જ છે, પણ મહામારી પહેલા પણ દુનિયાના ત્રણ અબજ લોકો પોતાના માટે આરોગ્યપ્રદ આહારના સસ્તા વિકલ્પ પણ નહોતા ખરીદી શકતા. આ માહિતી વૈશ્વિક ખાદ્ય મૂલ્ય ડેરા વિશ્લેષણથી જાણવા મળી છે. આ પરિયોજના વિશ્વ બેંક વિકાસ ડાટા ગ્રૃપ અને વિશ્વ ખાદ્ય નીતિ સંસ્થાનના સહયોગથી ચાલે છે.

આ પરિયોજના અર્થશાસ્ત્રને પોષણ સાથે જોડીને નવો દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. આ માહિતી અનુસાર, ૨૦૧૭ સુધી દુનિયાની લગભગ ૪૦ ખરાબ ગુણવતાવાળા આહારનું સેવન કરવા માટે મજબૂર હતી. આ પરિસ્થિતીમાં કુપોષણ અને ભોજન સંબંધી એનીમીયા અથવા ડાયાબીટીસ જેવી બિમારીઓથી બચવું અશકય હોય છે. આ આંકડો દર્શાવે છે છે દુનિયાની કુલ ૭.૯ અબજ વસ્તીમાંથી બાકીના ૬૦ ટકા લોકો સ્વસ્થ ભોજનનો ખર્ચ ઉઠાવી શકે છે પણ તેનો અર્થ એ નથી કે તેઓ કાયમ સ્વસ્થ આહાર જ ખાય છે. ભોજન પકાવવામાં લાગતો સમય અને મુશ્કેલી સાથે સાથે અન્ય ખાદ્ય પદાર્થોની જાહેરાતો ઘણાં લોકોને બિન આરોગ્યપ્રદ ચીજો પસંદ કરવા પ્રેરિત કરે છે.

વિશ્લેષણ અનુસાર, અમેરિકામાં લગભગ દરેક વ્યકિત સ્વસ્થ ભોજન માટે પુરતી સામગ્રી ખરીદી કરી શકે છે. જેમાં ચોખા, દાળ, ફોઝન, પાલક, બ્રેડ અને પીનટ બટર સામેલ છે. પણ આફ્રિકા અને દક્ષિણ એશિયામાં મોટા ભાગના લોકો સ્વસ્થ આહાર માટે આ ખાદ્ય પદાર્થો નથી મેળવી શકતા, ભલે તે પોતાની સંપૂર્ણ આવક ખર્ચી નાખે.

દેશ વધારે પગારવાળી વધારે નોકરીઓ ઉત્પન્ન કરીને અને ઓછી આવકવાળા લોકો માટે સામાજીક સુરક્ષાનું વિસ્તરણ કરીને બધા પૂરક પોષણ સહાય કાર્યક્રમ, જે ઓછી આવકવાળા અમેરિકનોને તેમની જરૂરિયાતનું થોડું ભોજન ખરીદવામાં મદદ કરે છે. આ પ્રકારના સુરક્ષા સંબંધી કાર્યક્રમો ખાદ્ય અસુરક્ષાને ઘટાડે છે.

(3:25 pm IST)