મુખ્ય સમાચાર
News of Monday, 13th July 2020

CBSE ધોરણ ૧૨નું ૮૮.૭૮ ટકા પરિણામ

વેબસાઇટ ઉપર પરીણામ જાહેર થયું : ૧૦ લાખથી વધુ છાત્રોનું પરીણામ જાહેર થયું

નવી દિલ્હી તા. ૧૩ : સીબીએસસી બોર્ડે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું છે. માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે ટ્વીટ કરી જણાવ્યું છે કે સીબીએસઇએ ધોરણ ૧૨નું પરિણામ જાહેર કર્યું છે. તમામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://cbseresults.nic.in પર પરિણામ જોઈ શકે છે.ઙ્ગ

પરિક્ષા પૂર્ણ થયા બાદ ૧૨ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. બોર્ડે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ ૧૨નું પરિણામ ૮૮.૭૮ ટકા નોંધાયું છે.ઙ્ગ આ વર્ષે ૧૨,૦૬,૮૯૩ વિદ્યાર્થીઓએ પરિક્ષામાં નોંધણી કરાવી હતી. તેમાંથી ૧૦,૦૫,૪૨૭ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સીબીએસસી બોર્ડના પરિણામો જાહેર કરવાની તારીખોને લઈ અટકળો ચાલી રહી હતી. આ તમામ અટકળો વચ્ચે આજે બોર્ડે ધોરણ ૧૨નું પરિણામ જાહેર કરી દીધું છે.ઙ્ગ

CBSEએ ધોરણ-૧૨નું પરિણામ જાહેર કરી દીધું છે. CBSEએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે ૧૫ જુલાઈ પહેલા જ પરિણામ જાહેર કરી દેવાની ધારણા હતી. આ વર્ષનું કુલ પરિણામ ૮૮.૭૮% ટકા રહ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે CBSE પહેલા ધોરણ ૧૨ અને પછી ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરે છે.

(3:10 pm IST)