મુખ્ય સમાચાર
News of Monday, 13th July 2020

લોકડાઉન લંબાયુ તો અનિચ્છનિય પ્રેગ્નન્સીમાં થઇ શકે છે વધારો

હજુ વધુ ૬ મહિના માટે લોકડાઉન વધારવામાં આવશે તો દુનિયામાં સાત મિલિયા એટલે કે ૭૦ લાખ જેટલી અનિચ્છનીય પ્રેગ્નન્સી નોંધાઇ શકે છે

યુનો,તા.૧૩: યુએન એટલે કે યુનાઈટેડ નેશન્સના એક પ્રોજેકટ હેઠળ એ પ્રકારે શકયતાઓ વ્યકત કરવામાં આવી છે કે જો હજુ વધુ ૬ મહિના માટે લોકડાઉન વધારવામાં આવશે તો દુનિયામાં સાત મિલિયન એટલે કે ૭૦ લાખ જેટલી અનિચ્છનિય પ્રેગ્નન્સી નોંધાઈ શકે છે. આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે કોરોના વાયરસની મહામારીના કારણે જાતીય હિંસામાં પણ વધારો નોંધાયો છે. આ અભ્યાસમાં એ પ્રકારે તારણ નોંધવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન ઘરમાં મહિલાઓ પરની હિંસામાં વધારો થયો છે. ઘણાં પરિવાર આર્થિક તણાવ સહન કરી રહ્યા છે. જો દુનિયામાં હજુ વધારે ૩ મહિના સુધી લોકડાઉન રહેશે તો જાતીય હિંસાના વધુ ૧૫ મિલિયન જેટલા કેસ નોંધાઈ શકે છે. એક ડેટામાં એવું જાણવા મળ્યું છે કે લોકડાઉન દરમિયાન દુનિયામાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા લગભગ ૧૪૪ કરતા વધુ દેશોમાં મહિલાઓ પર શારીરિક હિંસા અને અનિચ્છનિય પ્રેગ્નન્સીનો ખતરો રહેલો છે.

યુનાઈટેડ નેશન્સના એક નવા ડેટા મુજબ કોરોના વાયરસ મહામારીની દુનિયાની મહિલાઓ અને યુવતીઓ પર આપત્ત્િ।જનક અસર પડી શકે છે. કારણકે કોરોના વાયરસની મહામારીમાં અસમાનતા જોવા મળી છે અને લાખો મહિલાઓ અને યુવતીઓની હેલ્થ પર પણ ખતરો રહેલો છે.

(10:40 am IST)