મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

મોદી સિવાય કોઈ વડાપ્રધાન વિદેશી શક્તિ સામે ઝૂક્યા નથી :રાહુલ ગાંધી

એજન્ડા વગરની ચીન યાત્રા અને માઉન્ટેન સ્ટ્રાઇક કોરની રચનાને અભેરાઈએ ચડાવતા રાહુલના આકરા પ્રહાર

 

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચીનને ધ્યાનમાં રાખીને સેનાની એક કોર ગઠિત કરવાના પ્રસ્તાવ કથિત રીતે અભેરાઈએ ચઢાવી દેવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો અને દાવો કર્યો કે આઝાદ ભારતના ઇતિહાસમાં મોદીને છોડીને કોઇ બીજા વડાપ્રધાન વિદેશી શક્તિ સામે ઝુક્યા નથી.

 ગાંધીએ એક સમાચાર પત્રને શેર કરતા ટ્વીટ કર્યું, આપણા વડાપ્રધાને એજન્ડા વગર ચીનની યાત્રા કરી. તેમાં ચીનનો ગુપ્ત એજન્ડા હતો જે હવે સામે આવી રહ્યો છે

  રાહુલે કહ્યું કે, ભારતનાં ઇતિહાસમાં કોઇ પણ વડાપ્રધાન વિદેશી શક્તિના દબાણમાં નથી ઝુક્યું, જો કે તે વડાપ્રધાન ઝુક્યા છે. તે ભાજપનો રાષ્ટ્રવાદ છે જે તમામની સામે આવી ચુક્યું છે.

 પોતાનાં ટ્વીટની સાથે રાહુલ ગાંધીએ જે સમાચાર શેર કર્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, વિશેષ રીતે ચીનને ધ્યાનમાં રાખતા સેનાએ માઉન્ટેન સ્ટ્રાઇક કોરની રચનાની યોજના બનાવવામાં આવી હતી જો કે આર્થિક અભાવના કારણે તેને અભેરાઈએ ચઢાવી દેવામાં આવી છે

(11:14 pm IST)