મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

બિનનિવાસી ભારતીયો PPF ખાતુ ચાલુ રાખી શકશેઃ ખાતુ ખોલાવ્‍યા પછી વિદેશમાં સ્‍થાયી થયેલા ખાતાધારકો માટે ખાતુ બંધ કરવાની સુચના રદઃ ડીપાર્ટમેન્‍ટ ઓફ ઇકોનોમિક અફેર્સનો ર૩ ફેબ્રુ.ર૦૧૮ નો પરિપત્ર

ન્‍યુ દિલ્‍હીઃ ભારતમાં PPF  ખાતુ ખોલાવ્‍યા પછી પરદેશનુ નાગરિકત્‍વ મેળવનાર NRI એ આ ખાતુ બંધ કરાવી દેવાની સુચના કેન્‍દ્ર સરકારે ર ઓકટો. ર૦૧૭ ના રોજ  આપી હતી.  પરંતુ હવે  ર૩ ફેબ્ર. ર૦૧૮ ના રોજ  સરકારે આપેલા  આદેશ મુજબ આ ખાતુ પાકતી મુદત સુધી ચાલુ રાખી શકાશે.

PPF  ખાતાની મુદત ૧પ વર્ષની હોય છે. જે મુદત પૂરી થયા પછી પણ તે લંબાવી શકાય છે.પરંતુ NRI આ મુદત લંબાવી શકશે નહી.

ઉલ્લેખનીય છે કે  લાંબા ગાળાના તથા અન્‍ય બચતો કરતા વધુ વ્‍યાજ કમાવી આપતા PPF  ખાતામાં જમા કરાવેલી રકમ કલમ 80C મુજબ ઇન્‍કમટેક્ષમાંથી બાદ મેળવી શકાય છે. તેમજ સેકશન ૧૦  મુજબ તેના ઉપર મળતું વ્‍યાજ પણ ટેકસ ફ્રી છે.

(11:08 pm IST)