મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

‘‘શ્રી જગન્‍નાથ રથયાત્રા'': અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સનીવેલ હિન્‍દુ મંદિરના ઉપક્રમે આવતીકાલ ૧૪ જુલાઇ શનિવારના રોજ કરાયેલું આયોજનઃ પૂજા,આરતી, પ્રસાદ, તથા રથયાત્રામાં જોડાવા પાઠવાયેલું જાહેર આમંત્રણ

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ સન્નીવેલ હિન્‍દુ ટેમ્‍પલ 405  પેર્સિઅન ડ્રાઇવ સન્નીવેલના ઉપક્રમે આવતી કાલ ૧૪ જુલાઇ શનિવારના રોજ ‘‘શ્રી જગન્નાથ રથયાત્રા'' નું આયોજન કરાયું છે. જેમાં જોડાવા સહુને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

બપોરે ૪ વાગ્‍યાથી શરૂ થનારી રથયાત્રા પૂજા, આરતી, પ્રસાદ સહિતના આયોજનો કરાયા છે.

જેઓ ફળ,ફૂલ તથા પ્રસાદ સાથે પૂજા વિધિમાં જોડાવા માંગતા હોય તેઓ સ્‍થળ ઉપર  રજીસ્‍ટ્રેશન કરાવી શકશે. રથયાત્રાનો સમય બપોરે ૪ વાગ્‍યાથી રાત્રિના ૧૧-પ૯ મિનિટ સુધીનો રહેશે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(11:07 pm IST)