મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

‘‘હેલ્‍થ ફોર ધ વર્લ્‍ડ '': ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન દંપતિ સુશ્રી ભવ્‍યા રેહાની તથા શ્રી અંકુર ભારીજાએ શરૂ કરેલી નોનપ્રોફિટ એપઃ ર૦૧૮ ની સાલના બિઝનેસ એવોર્ડસ અંતગર્ત ‘‘ટેક સ્‍ટાર્ટ અપ ઓફ ધ ઇયર'' થી સન્‍માનિત

ન્‍યુયોર્કઃ ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન સુશ્રી ભવ્‍યા રેહાની તથા શ્રી અંકુર ભારીજા ના નેતૃત્‍વ હેઠળ શરૂ કરાયેલ  નોનપ્રોફિટ હેલ્‍થ ફોર ધ વર્લ્‍ડ ને ‘‘ ટેક સ્‍ટાર્ટ અપ ઓફ ધ ઇયર'' એવોર્ડ એનાયત કરાયો છે.

ર૦૧૮ ના ૧૬મા વાર્ષિક બિઝનેસ એવોર્ડસ અંતર્ગત પસંદ કરાયેલ આ ‘‘નોનપ્રોફીટ હેલ્‍થ ફોર ધ વર્લ્‍ડ '' ના કો-ફાઉન્‍ડર તથા ceo તરીકે સુશ્રી ભવ્‍યા રેહાની તથા કો-ફાઉન્‍ડર તરીકે શ્રી અંકુર ભારીજા કામગીરી સંભાળે છે.

આ બંન્ને ફીઝીશીયન્‍સ દંપતિ દ્વારા નિર્માણ કરાયેલી આ એપ જીવન બચાવવા માટે ઉપયોગી તેવું જ્ઞાન વિનામૂલ્‍યે આપે છે.  જેના થકી આરોગ્‍ય સારવાર વિષયક જાણકારી  મળી શકે છે. આ એપ ના વિશ્વમાં  વ્‍યાપ માટે તબીબો, મેડીકલ સ્‍ટુડન્‍ટસ, એન્‍જીનીયર્સ, વીડિયોગ્રાફર્સ, તથા ડીઝાઇનર્સ  સહિત એકસો જેટલા વોલન્‍ટીઅર્સ સેવાઓ આપે છે.

(11:06 pm IST)