મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

હવે મહારાષ્ટ્રમાં સિનેમાગૃહો અને મલ્ટિપ્લેક્સમાં ખાવા-પીવાની વસ્તુ લઇ જવાની છૂટ

મનફાવે તેવા ભાવ વસુલતા હોવાની ફરીયાદને કારણે સરકારનો નિર્ણય :ગુજરાતમાં પણ લુંટાતા બચાવવા જોઈએ ,ક્યારે કાર્યવાહી થશે ??

 

મુંબઈ :મહારાષ્ટ્રમાં હવે સિનેમાગૃહો અને મલ્ટિપ્લેક્સમાં ખાવા-પીવાની વસ્તુ સાથે લઇ જઇ શકશો. જે સિનેમા ગૃહો અને મલ્ટિપ્લેક્સ નિયમનું પાલન નહી કરે તેના પર મહારાષ્ટ્ર સરકાર કાર્યવાહી કરશે સરકારની નવી નીતિ પ્રમાણે હવે પ્રેક્ષકો લુંટાતા બચી શકશે

  મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સિનેમાગૃહો અને મલ્ટિપ્લેક્સમા ખાવા-પીવાની વસ્તુ અંદર લઇ જવાની મનાઇ હતી. જે કારણે લોકોએ ખાવા-પીવાની વસ્તુઓ ફરજીયાતપણે સિનેમાગૃહની અંદરથી ઉંચા ભાવે ખરીદવી પડતી હતી.

  મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી ફિલ્મ જોનારાઓને રાહત મળશે કારણ કે સિનેમાગૃહો અને મલ્ટિપ્લેક્સોના માલિકો લોકો પાસેથી ખાવા-પીવાની વસ્તુઓ પર મનફાવે તેવા ભાવ વસૂલ કરતા હતા. ગુજરાતમાં પણ હાલમાં તો પ્રકારની પરિસ્થિતિ છે.ગુજરાતીઓ મલ્ટીપ્લેક્ષમાં લૂંટાઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે પણ પાડોશી રાજ્યની નીતિમાંથી ધડો લઈને આવી કાર્યવાહી કરવી જોઈએ.

(11:11 pm IST)