મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 3 લાખ ફોલોઅર્સ અને રાહુલ ગાંધીના 17 હજાર ફોલોઅર્સ ઘટયા

ડોનાલ્ડ ટ્રમ્પના એક લાખ.બરાક ઓબામાના ચાર લાખ ઉપરાંત અરવિંદ કેજરીવાલ,સુષ્મા સ્વરાજ અને શશી થરૂરના પણ ફોલોઅર્સ ઘટી ગયા

 

નવી દિલ્હી :સોશિયલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટ્ટરના લોક્ડ અને સક્રીય હોય તેવા એકાઉન્ટ બંધ કરવાના અભિયાન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 3 લાખ ફોલોઅર્સ ઘટી ગયા છે જયારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના 17 હજાર ફોલોઅર્સ ઘટી ગયા છે

 મોદીના ફોલોઅર્સની સંખ્યા 4.34 થી ઘટીને 4.31 કરોડ થઇ ગઈ છે,દરરોજના આધાર પર ટ્વિટ્ટર ફોલોઅર્સની સંખ્યાની જાણકારી મેળવનારી સોશલબ્લેડડોટકોમ અનુસાર , પીએમ મોદીના ટ્વિટ્ટર હેંડલના 2,84,786 ફોલોઅર્સ છે, પીએમઓ ઇન્ડિયાના ફોલોઅર્સમાં પણ 1,40,635 ફોલોઅર્સનો ઘટાડો થયો છે, રાહુલ ફોલોઅર્સ 72 લાખ 40 હજાર હતા તેમાં ઘટાડો થયો છે, .

  વૈશ્ચિક સ્તર પર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક લાખ , જયારે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના ચાર લાખ ફોલોઅર્સ ઘટી ગયા છે, જયારે  અરવિંદ કેજરીવાલ , સુષ્મા સ્વરાજ અને શશિ થરૂરના ફોલોઅર્સમાં પણ ઘટાડો થયો છે

(10:29 pm IST)