મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

નવાઝ શરીફ અને મરિયમની લાહોર એરપોર્ટ પરથી ધરપકડ: હેલિકોપ્ટર દ્વારા ઈસ્લામાબાદ લઇ જવાશે

પાકિસ્તાનની સરકારી ચેનલ પર નવાઝ શરીફના સમાચાર દેખાડવા પર રોક લગાવી દેવાઈ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પોતાની પુત્રી મરિયમ સાથે પાકિસ્તાન પાછા ફરતાં ધરપકડ કરી લેવામાં આવી છે બંને એતિહાદ એરવેઝની ફ્લાઈટ EY243થી આબૂ ધાબીના રસ્તે લાહોર આવ્યા હતા. લાહોર એરપોર્ટ પરથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

   નવાઝ અને મરિયમ લાહોર એરપોર્ટ પહોંચતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે લાહોરથી  હેલિકોપ્ટર દ્વારા તેને ઈસ્લામાબાદ લાવવામાં આવશે. જાણકારી અનુસાર, તેમને અડિયાલા જેલમાં રાખવામાં આવી શકે છે.

  દરમિયાન પાકિસ્તાનની સરકારી ચેનલ પર નવાઝ શરીફના સમાચાર દેખાડવા પર રોક લગાવી દેવામાં આવી છે.

   લંડનથી નીકળ્યા પહેલા મરિયમે, ટ્વીટર પર કેટલીક તસ્વીરો શેર કરી હતી. એક તસ્વીરમાં કુલસૂમ નવાઝ પાસેથી વિદાય લેતા જોવા મળી રહ્યા છે, જે લંડનની એક હોસ્પિટલમાં એડમિટ છે.

(10:16 pm IST)