મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

ભોપાલમાં એકતરફી પ્રેમમાં પાગલ મજનુનું ખોફનાક કારસ્તાનઃ મોડેલને બંધક બનાવીને પોતાને ગોળીથી ઉડાડી દેવાની ધમકી આપીઃ લગ્ન કરવા માટે ઘડ્યો હતો પ્લાન

ભોપાલઃ ભોપાલમાં કતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતિને બંધક બનાવીને પોતાને ગોળીથી ઉડાડી દેવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

આ યુવકે એક છોકરીને તેના ઘરમાં સવારે 7 વાગ્યાથી બંધક બનાવી છે. બિલ્ડિંગના કોરિડોરથી મીડિયાવાળાઓને હટાવીને નીચે મોકલી દીધા છે. છોકરાએ એસપી સાથે એકલામાં વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

બંધક છોકરી બીએસએનએલના પૂર્વ જીએમની પુત્રી છે અને એમટેકની વિદ્યાર્થી છે. છોકરી મુંબઇમાં જોબ કરે છે અને બે મહિના પહેલાં જ પોતાના ઘરે આવી છે. છોકરાએ છોકરીના માતા-પિતાની સાથે તેની સાથે જ ઘરમાં તેને બંધક બનાવી છે. છોકરીના માતા-પિતાને બીજા રૂમમાં બંધ કરી રાખ્યા છે અને વીડિયો કોલિંગના માધ્યમથી મીડિયા સાથે વાત કરી.

મળતી માહિતી મુજબ મિસરોદ પોલીસે છોકરીને બે પહેલાં પરેશાન કરવાની ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસ આરોપીને અલીગઢથી પકડી લાવી હતી અને ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરી દીધો હતો. આરોપી છોકરી યૂપીના અલીગઢથી છે. ઘટનાસ્થળ પર પહોંચી પોલીસ રેસક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. આરોપી છોકરાનું કહેવું છે કે તે મોડલ સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. 

વીડિયો કોલિંગમાં સામે આવ્યું છે કે છોકરાએ છોકરીની સાથે મારઝૂડ પણ કરી છે. છોકરી પોલીસવાળાઓ સાથે વાત ન કરવા માંગતો નથી પરંતુ મીડિયાવાળો સાથે સતત વાત કરી રહ્યો છે. છોકરીને બહાર મીડિયાવાળા હાજર છે અને અહીંથી જી MPCGના રિપોર્ટર છોકરા સાથે વાત કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે પોલીસવાળાએ પહેલાં તેની અને છોકરી સાથે મારઝૂડ કરી અને છોકરાએ છોકરીને બંધક બનાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત આ મોડલને પહેલાંથી જ ઓળખતો હતો અને પછી લાંબા સમયથી સતત તેના પર લગ્નનું દબાણ બનાવી રહ્યો છે. યુવક વારંવાર પોતાને ગોળીથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યો છે.

આરોપી રોહિતની આ છે માંગો: 

- યુવતિ સાથે લગ્ન કરવા માંગે છે.

- પોલીસ પર લગાવ્યો મારઝૂડનો આરોપ

- પોતાના પિતાની આવવાની રાહ જોઇ રહ્યો છે.

- મીડિયાવાળાઓ સાથે કરી રહ્યો છે વાત. 

(6:00 pm IST)