મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

મલેશિયાની મુસ્લિમ છોકરી બુરખા વગર પણ ન કરી શકાય તેવી કરતબો બુરખો પહેરીને કરે છેઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ મલેશિયામાં એક મુસ્લિમ છોકરી બુરખો પહેરીને ફુટબોલ રમી રહી છે. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

બુરખો પહેરીને આ છોકરી ફૂટબોલ સાથે બધાને હેરાન કરી દે તેવી કરતબ કરે છે. તે એવા દેશમાં રહે છે જ્યાં મહિલાઓને રમવાની આઝાદી નથી. તેવા વાતાવરણમાં આ છોકરી બુરખો પહેરીને ફૂટબોલ રમે છે જે મોટાભાગના લોકો બુરખા વગર પણ નથી કરી શકતાં. સોશિયલ મીડિયામાં આ વાયરલ ઘણો વાયરલ થઇ રહ્યો છે.

બુરખો પહેરીને આ છોકરી ફૂટબોલને જગલ કરે છે, પગથી ફૂટબોલ ફેરવે છે અને પીઠ પર મુકીને કરતબ કરતી દેખા છે. તેના ફ્રીસ્ટાઇલ ફૂટબોલ મૂવ્સના બધા દિવાના થઇ ગયા છે. 18 વર્ષની આ યુવતી મલેશિયાના ક્લેંગ શહેરમાં રહે છે. જે ત્યાંની રાજધાની કુઆલાલમ્પુરથી 40 કિમી દૂર છે. તેમણે કહ્યું કે, 'બુરખાથી મને આ કરવામાં કોઇ પરેશાની નથી થતી. આ સામાન્ય વાત છે. તમે કઇ રીતે આને જુવો છો તે મહત્વનું છે.'

નોંધનીય છે કે મલેશિયામાં 60 ટકા લોકો એટલે 32 મિલિયન લોકો મુસ્લિમ છે. મોટાભાગની મુસ્લિમ મહિલાઓ હિઝાબ પહેરે છે. 18 વર્ષની આ છોકરીએ કહ્યું ક, 'ઇસ્લામ રમવાથી નથી રોકતું. ' તેણે 2016માં ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું.

તેણે યુટ્યુબમાં વીડિયોઝ જોઇને ફૂટબોલ ટ્રિક્સ શીખી છે. તેણે કહ્યું, 'મારો પરિવાર મને ઘણી મદદ કરે છે અને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરે છે.' ફૂટબોલ મલેશિયાની સૌથી લોકપ્રિય રમત છે. પુરૂષોની ટીમ ફીફા રેકિંગમાં 171માં નંબર પર આવે છે.

(5:59 pm IST)