મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

RSSના મુખપત્ર પાંચજન્યમાં સંજૂ ફિલ્મની ટીકા કરાતા પ્રિયા દત્ત ભડકીઃ સંજય દત્ત રોલ મોડલ છે, મને નથી સમજાતુ કે વિવાદ કેમ થઇ રહ્યો છે

મુંબઇઃ 'સંજૂ' ફિલ્મની ટિકા કરવા અંગે સંજય દત્તની બહેન પ્રિયા દત્તે RSSનાં મુખપત્ર પાંચજન્ય પર નિશાન સાધ્યુ છે. પ્રિયાનું કહેવું છે કે, સંજય દત્ત તેનો 'રોલ મોડલ' છે. એક દિવસ પહેલાં RSSનાં મુખપત્ર પાંચજન્યમાં ફિલ્મ 'સંજૂ' અને ડિરેક્ટર રાજકુમાર હિારનીની પેટભરીને ટિકા થઇ હતી. પાંચજન્ય મુજબ, આ ફિલ્મમાં સંજય દત્ત અને અંડરવર્લ્ડની મહિમા ગાવામાં આવી છે.

આ વાત પર પ્રિયા દત્ત ભડકી છે અને તેણે કહ્યું છે કે, 'દરેકનાં પોતાનાં વિચાર હોય છે. RSS તે દરેક બાબતની વિરોધમાં છે, જે સકારાત્મક છે. સંજય દત્ત રોલ મોડલ છે. મને નથી સમજાતું કે વિવાદ કેમ થઇ રહ્યો છે.'

પાંચજન્યમાં લખેલા લેખમાં હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી માફિયાઓ અને અંડરવર્લ્ડની મહિમા ગાતી ફિલ્મો કેમ બનાવે છે. પાંચજન્યનાં લેટેસ્ટ અંકમાં 'સંજૂ' મૂવી પર જ સંપૂર્ણ ફોકસ કરવામાં આવ્યું છે.

સંધનાં મુખપત્રની કવર સ્ટોરી 'કિરદાર દાગદાર'માં લખવામાં આવ્યું છે કે, 'સંજૂ' ફિલ્મ બનાવવા પાછળ રાજકુમાર હિરાનીનો મુખ્ય ઇરાદો સંજય દત્તની છબીમાં ચાર-ચાંદ લગાવવાનો છે કે પછી બોક્સ ઓફિસ પર ખુબ બધા પૈસા કમાવવાનો? કે પછી તેને સંજય દત્તની જિંદગી એવી લાગે છે કે જેમાંથી યુવાઓને શીખવાની જરૂર છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રી માફિયાઓ અને અંડરવર્લ્ડનો મહિમા ગાતી ફિલ્મો કેમ બનાવે છે. આ સંજય દત્ત જ છે જેની 1993માં મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટનાં આરોપીઓ સાથે સાંઠગાંઠ હતી. જે માટે તેને જેલની પણ સજા થઇ હતી.'

પાંચજન્યનાં આ લેખમાં તે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે શું આ કોઇનાં દાગી દામનને ધોવા માટે કરોડો રૂપિયા ખર્ચીને કરવામાં આવેલી PR એક્સરસાઇઝ છે? સાથે જ તેણે લખ્યુ છે કે, 'બાબા'ને કાં તો ફિલ્મોમાં છુપાવી લેવામાં આવ્યાં છે કાં તો ખુબ જ ઉપરછલ્લો ઉલ્લેખ કરીને ગૂમ કરી દેવાયા છે. આ ળેખમાં ત્રણ લગ્ન રચાવવા અને ફિલ્મ મુજબ 308 યુવતીઓ સાથે સંબંધ રાખવા માટે સંજયનાં 'રંગીન મિજાજ'નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પાંચ જન્યમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, શું દત્તનું જીવન એક બાયોપિક છે? પત્રિકામાં ડિરેક્ટર રાજકુમાર હિરાનીની પણ નિંદા કરતાં લખવામાં આવ્યું છે. તેની ફિલ્મ પીકે 'હિન્દુ વિરોધી' હતી. લેખમાં અન્ય વાતો પણ લખવામાં આવી છે. જેમકે, ' પહેલી વખત નથી કે બોલિવૂડે અંડરવર્લ્ડનાં લોકો પર ફિલ્મ બનાવી હોય ગત કેટલાંક વર્ષોમાં દાઉદ ઇબ્રાહિમ, તેની બહેન હસીના, છોટા રાજન, અરૂણ ગવલી, ગુજરાતનાં અબ્દુલ લતિફ, સુલતાન મિર્ઝા જેવા ડોન પર ફિલ્મો બની રહી છે. શું આમા ખાડી દેશોનો પૈસો લાગી રહ્યો છે કે શું ?'

(5:56 pm IST)