મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

શિરડીઃ સાંઇ મંદિરમાં ચમત્કારનો દાવો! દિવાલ પર ભકતોને સાંઇબાબાના દર્શન થયા

દ્વારકા માઇ મંદિરની દિવાલ અચાનક સાંઇબાબાની તસ્વીર જોવા મળી

શિરડી, તા.૧૩: મહારાષ્ટ્રના શિરડીના સાંઇમંદિરમાં આશ્ચર્યજનક દાવો સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભકતોને ત્યાં સાંઇબાબાના સાક્ષાત દર્શન થયા છે. લોકો કહી રહ્યા છે કે દ્વારકા દર્શન થયા છે. લોકો કહી રહ્યા છે કે દ્વારકા માઇ મંદિરની દિવાલ પર તેમને અચાનક સાઇ બાબાના દર્શન થયા.

દર્શન થયા બાદ લોકોમા એવી રીતે ફેલાઇ કે લોકો ભારે માત્રામા એકત્રિત થઇ જતા મંદિરને આખી રાત ખુલ્લુ રાખવું પડયું. આ મામલો છેલ્લા બુધવારનો છે.

હજુ પણ ભારે સંખ્યામાં લોકો ત્યાં રહેલા છે. જેથી તેનો ભાગ બની શકે ત્યાં હાજર એક પ્રત્યક્ષ દર્શીએ કહ્યું કે તેવી જ તસ્વીર સામાન્ય રીતે જોવા મળે છે આ તસ્વીર કેટલીક મીનીટો માટે નહિ પરંતુ અંદાજે પણ કલાક માટે દિવાલ પર હાજર હતી. પ્રત્યક્ષ દર્શીએ કહ્યું કે તેના મુજબ સાઇ તેને અને અન્ય ભકતોને આર્શીવાદ આપવા આપ્યા હતા.સાઇટ્રસ્ટના સંજય સાઇનાથનું કહેયું છે કે સાઇના ભકતોને આજે પણ લાગે છે કે સાઇ અમારી વચ્ચે છે જો કે તેઓ તેને ચમ્તકાર માનવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેને દર્શન થયાના મામલે હકિકત છે. અને ભકતોને હંમેશાથી સાદનો અનુભવ થતો આવ્યો છે.

(5:17 pm IST)