મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

ભારતમાં લોન્ચ થઇ ૩.૮૮ કરોડ રૂપિયાની સુપરકાર

જર્મનીની ફોકસવેગન કંપનીએ ભારતીય માર્કેટમાં પોર્શે બ્રેન્ડની સોૈથી મોંઘી કાર  911 GT 2 RS લોન્ચ કરી છે, જેની મુંબઇમાં એકસ-શોરૂમ કિંમત ૩.૮૮ કરોડ રૂપિયા છે. આ કારની ટોપ સ્પીડ ૩૪૦ કિલોમીટર પ્રતિ કલાક છે. આ કાર ઝીરોથી ૧૦૦ કિલોમીટરની સ્પીડ માત્ર ૨.૮ સેકન્ડમાં મેળવી શકે છે. એમાં ટ્રાન્સમિશન માટે સેવન સ્પીડ ડયુઅલ કલચ ગિઅરબોકસ છે. ગયા વર્ષે ગુડવુડ ફેસ્ટિવલ ઓફ સ્પીડ વખતે એને લોન્ચ કરવામાં આવી હતી. કારમાં સ્ટેબિલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને કાર્બન સિરેમિક બ્રેકસ છે. તેની રૂફ મેગ્નેશિયમમાંથી બનાવવામાં આવી છે. કાર્બન ફાઇબરનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે.

(3:56 pm IST)