મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

મુંબઇને પાણી પૂરૂ પાડતા તળાવો ભરાવા લાગ્યા

મોહિત સાગર ૮૫ ટકા અને તુલસી લેઇક ૧૦૦ ટકા ભરાઇ ગયોઃ ઢગલા મોઢે પાણી આવ્યું

મુંબઇઃ સતત ભારે વરસાદના પગલે મુબઇને પાણી પૂરૂ પાડતા તુલસી સરોવર ઉપર ૮૩ ઇંચ પાણી પડયું છે અને ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. જયારે મોદક સાગર તળાવ ઉપર ૪૫ ઇંચ વરસાદ પડવા સાથે ૮૫ ટકા સરોવર ભરાઇ ગયું છે. મીડલ વૈતરણા લેઇક ઉપર ૩૫ ઇંચ પાણી પડયું છે અને ૫૦ ટકા ભરાયેલ છે. તો તાન્સા લેઇક ૬૫ ટકા ભરાયો છે. અહી ૪૧ ઇંચ પાણી પડયું છે. ભાટસા સરોવર ઉપર ૩૬II ઇંચ પાણી પડવા સાથે ૩૪ ટકા ભરાયેલ છે. વિહાર સરોવર ઉપર ૧૦૦II ઇંચ પાણી પડયું છે જયારે મોરબે તળાવ ૮૪ ટકા ભરાયું છે અહીં ૬૯ ઇંચ વરસાદ પડી ગયો છે.  દરમિયાન આગામી શનિ-રવી ભારે વરસાદની આગાહી થઇ છે.

(3:46 pm IST)