મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

મથુરામાં બની રહેલા ઇસ્કોનના વિશ્વમાં સૌથી મોટા મંદિરનું નિર્માણ રોકવા ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ માંગણી

વૃંદાવન ચંદ્રોદય મંદિરના નિર્માણથી યમુના નદી આસપાસના પર્યાવરણને મોટી અસર થશે

દિલ્હી તા.૧૩: ઇસ્કોનની દેખરેખમાં મથુરામાં બની રહેલા ચંદ્રોદય મંદિરના નિર્માણ વિરૂધ્ધ એનજીટીની દ્વારા દાખલ અરજીમાં તેને રોકવાની માંગણી થઇ છે અને તેના માટે ધાર્મિક સોસાયટી અને કેન્દ્રીય ગ્રાઉન્ડ વોટર ઓથોરીટીને નોટીસ પણ મોકલાઇ છે. અરજીમાં લખાયું છે કે ઇસ્કોન દ્વારા બનાવાઇ રહેલ વૃંદાવન ચંદ્રોદય મંદિરના નિર્માણથી યમુનાની આજુબાજુનું પર્યાવરણ અસરગ્રસ્ત થશે અને આ વિસ્તારના ભૂગર્ભ જળસ્તર પર તેની અસર થશે.

એનજીટીના જસ્ટીસ આદર્શકુમાર ગોયલે ઇસ્કોન અને સીજીડબલ્યુ એ પાસેથી આ બાબતનો જવાબ ૩૧ જુલાઇ પહેલા માંગ્યો છે.

દુનિયાના સોૈથી મોટા મંદિરના નિર્માણ રોકવાની મંાગણી મણીકેશ ચતુર્વેદી નામના પર્યાવરણવાદીએ કરી છે. પોતાની અરજીમાં મણીકેશ ચતુર્વેદીએ કહયું છે કે પ્રસ્તાવીત મંદિરની બાઉન્ડ્રીની ચારે બાજુ કૃત્રિમ તળાવ બનવાનું છે. આના માટેનું પાણી જમીનમાંથી મોટા પાયે ઉપાડવામાં આવશે જેના લીધે યમુના નદીમાં જળસ્તર તેનું અસ્તિત્વ નાશ પામે એટલી હદે ઘટી જશે.

દુનિયાના સોૈથી મોટા મંદિરની  કેટલીક ખાસ વાતો

* ચંદ્રોદય મંદિર ૨૦૦ મીટરથી પણ વધુ ઉંચું બનશે.

* સાડા પાંચ એકરના વિસ્તારમાં નિર્માણ થનાર આ મંદિરમાં ૭૦ માળ હશે.

* અત્યારે દુનિયાની સોૈથી ઉંચી ધાર્મિક ઇમારત મીસરના પીરામીડ છે જેની ઉંચાઇ ૧૨૮.૬ મીટર છે. જયારે વેટીકનનું સેંટ પીટર બેસેલીકાની ઉંચાઇ ૧૨૮.૬ મીટર છે.

* રોકેટ આકારનું ચંદ્રોદય મંદિર ભૂકંપ વિરોધી હશે.

* તેના નિર્માણમાં ૪૫ લાખ ધનફુટ કોંક્રીટ અને લગભગ સાડા પચીસ હજાર ટન લોખંડ વપરાશે.

* મંદિરના નિર્માણ માટે ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે.

*ઇસ્કોન બેંગ્લોર દ્વારા મથુરામાં દુનિયાનું સોૈથી ઉંચુ મંદિર બનાવાશે.

* મંદિરની ઉંચાઇ ૭૦૦ ફુટની હશે અને તેનું નિર્માણ ૫,૪૦,૦૦૦ ચોરસ ફુટમાં થશે.

* આ શાનદાર મંદિર માટે જંગલનું પુનઃનિર્માણ કરાશે.

* આ મંદિર ૨૬ એકરમાં ફેલાયેલું હશે, જેમાં વ્રજના ૧૨ જંગલોનું નિર્માણ કરાશે જેમાં સંુદર વનસ્પતિઓ, તળાવો અને ઝરણા શામેલ છે.

* મંદિરનું કુલ ક્ષેત્રફળ ૬૨ એકર હશે જેમાંથી ૧૨ એકર પાર્કીંગ અને હેલીપેડ માટે હશે. (૧.૧૯)

(1:52 pm IST)