મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

ચીન-અમેરિકાની લડાઇમાં ભારતને ફાયદો : સસ્તું ક્રુડ ઓઇલ મળી શકે

નવી દિલ્હી :ઈરાન પર પ્રતિબંધ લાગુ થયા પહેલાં અમેરિકાથી ભારતની કાચા તેલની ખરીદી રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. આંકડાઓ અનુસાર જુલાઈ સુધી અમેરિકાના ટ્રેડર્સ 15 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ભારત મોકલશે જ્યારે 2017માં આ આંકડો માત્ર 8 મિલિયન બેરલ જ હતો. અમેરિકાથી આવનારા સામાન પર ચીને ટેરિફમાં વધારો કરતા ભારત USથી કાચા તેલની આયાત વધારશે. ભારતને ફાયદો થશે કારણ કે USને કીંમત ઘટાડશે.

(1:21 pm IST)