મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

ટ્રેડવોરને કારણે વિશ્વમાં અસંતુલન સર્જાયું : ભારત માટે પણ એક મોટો પડકાર: જેટલી

નવી દિલ્હી :નાબાર્ડ ફાઉન્ડેશન ડેમાં સંબોધન કરતા નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું કે ટ્રેડ વૉરને કારણે વિશ્વમાં અસંતુલન સર્જાઇ રહ્યું છે. ટ્રેડ વૉર ભારત માટે પણ એક મોટો પડકાર છે. આપણે વિકાસ જાળવી રાખવા માટે આ પડકાર દૂર કરવો જરૂરી છે. સરકારે ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેક મોરચે પગલાં ઉઠાવ્યા છે. ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરવાની દિશામાં પગલાં ભર્યાં છે.

(12:13 pm IST)