મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

શશિ થરુરનું મોઢુ કાળુ કરનારને રૂ. 11,000નું ઈનામઃ મુસ્લિમ નેતા આમિર રાશીદની ઘોષણા

થરુરે હિંદુઓ જ નહિ રાષ્ટ્રવાદી મુસ્લિમોની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડવાનું કામ કર્યુ

અલીગઢના યુવા નેતા આમિર રાશિદે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરનું મોઢુ કાળુ કરવા પર 11,000 રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા પણ કરી દીધી છે. અલીગઢ મુસ્લિમ યુવા મોરચાના અધ્યક્ષ, રાશિદે કહ્યુ કે થરુરે હિંદુઓ જ નહિ રાષ્ટ્રવાદી મુસ્લિમોની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડવાનું કામ કર્યુ છે. હિંદુ-મુસ્લિમ એકતા આપણી સંસ્કૃતિ છે પરંતુ થરુરે આનું અપમાન કર્યુ છે.

(12:07 pm IST)