મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

રિફંડ મેળવવા માટે તમારી નેટ વર્કિંગ ડિટેલ આપો: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે આવતા આવા ફેક મેલથી સાવધાન રહેવા ચેતવણી

મુંબઈ:  ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નામે નકલી ઈમેલ મોકલી કરદાતાઓ સાથે છેતરપિંડી થઇ રહ્યાના બનાવો થવા લાગ્યા છે. ઈનકમ ટેક્સ ડિપોર્ટમેન્ટના  મંતવ્ય મુજબ , ‘અમે અમારી વેબસાઈટ પર ચેતવણીઓ આપતા રહીએ છીએ. સાથે જ અમે ટેક્સપેયર્સને ટેક્સ્ટ મેસેજ મોકલીને પણ ઓનલાઈન ફ્રોડ વિશે સચેત કરતા રહીએ છીએ. સૌથી સારી વાત એ છે કે આ પ્રકારના શંકાસ્પદ મેઇલનો જવાબ ન આપો અને બેંક અકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડ ડીટેલ્સ શેર ન કરો, કેમકે અમે તેની માગ કરતા નથી.’તેવું સમાચાર સૂત્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

 ટેક્સ પેયર્સે ફોન કે મેઇલ પર પોતાની જાણકારીઓ આપવી જોઈએ નહીં, પછી ભલે સામેવાળો વ્યક્તિ પોતે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી હોવાનો ગમે તેટલા દાવા કરે. જો રિફંડ મળવાનું હશે તો તમને આઈ-ટી ડિપાર્ટમેન્ટ તરફથી ફોર્મલ નોટિસ મળશે. તમારી બેંક ડીટેલ્સ, લોન ઈનનું નામ કે યૂઝર આઈડી, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ડીટેલ્સ અથવા પિન નંબર કોઈપણ અજાણી વ્યક્તિ અથવા વેબસાઈટને ન આપો.’

(11:35 am IST)