મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

ખર્ચ ઘટાડવા ૧૯ રાજયોમાં ર લાખ એકરમાં પથરાયેલીં ૬૨ સૈન્ય છાવણીઓ બંધ કરશે સરકાર

પાંચ મિલ્ટ્રી સ્ટેશનમાં તબદીલ કરાશે

નવી દિલ્હીતા ૧૩ : ભારતનો સોૈથી મોટો જમીનદાર પોતાની જમીનો દાન કરશે? સવાલ એ છે કે ભારતીય સેના જેની પાસે દેશભરની છાવણીઓ (કોન્ટોન્મેન્ટ)ની બધી મળીને ર લાખ એકર જમીન છે. લગભગ ૨૫૦ વર્ષ પહેલા બ્રીટીશ સેનાએ બરકપુરમાં પોતાની પહેલી છાવણી સ્થાપિત કરી હતી.સમયની સાથેસાથે અને સેનાની જરૂરત અનુસાર દેશભરમાં આની સંખ્યા વધીને ૬૨ થઇ ગઇ. હવે એવું ઇચ્છે છે કે આ બધી છાવણીઓને બંધ કરવામાં આવે જેથી તેની સાર સંભાળ માટે થતો ખર્ચ ઓછો કરીને સૈન્ય બજેટ ઘટાડી શકાય. હાલમાં સેના પાસે ૧૯ રાજયોમાં બધી મળીને ૬૨ છાવણીઓ છે જેનું ક્ષેત્રફળ ર લાખ એકર છે.

પ્રસ્તાવમાં શુ છેે ? સેના શું આપશે અને શું રાખશે ?

સેનાએ આ બાબતે રક્ષા મંત્રાલયમાં એક પ્રસ્તાવ મોકલ્યો છે. તેણે મંત્રાલયને કહ્યું છે હવે છાવણીઓને ખાસ મીલીટરી સ્ટેશનમાં ફેરવી નાખવામાં આવે. જેથી છાવણીઓ પર નિયંત્રણ સેના નુ઼ જ રહેશે પણ તેના રહેણાંક વિસ્તારો સાર સંભાળ માટે સ્થાનીક નગર નિગમોને સોંપી દેવાશે.પ્રસ્તાવ મહત્વપૂર્ણ કેમ છે ? કોન્ટોન્મેન્ટમાં રહેતા સીવીલયનો મોટા ભાગે કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચીત રહી જાય છે કારણકે આ વિસ્તાર મ્યુનીસીપલ બોડીની અંદર નથી આવતો, સેનાના ઉચ્ચ અધિકારીઓનુંં માનવું છે કે આ પગલાથી દેશનું રક્ષા બજેટ ઓછું કરવામાં મદદ મળશે. અત્યારે છાવણીઓની સાર સંભાળમાં સેનાએ ઘણો ખર્ચ કરવો પડે છે આ છાવણીઓ ની સારસંભાળ અને સુરક્ષા માટે આ વર્ષનું બજેટ ૪૭૬ કરોડ રૂપિયા છે.

સૈન્યના વડા બીપીન રાવતે આ બાબતે ઉંડો અભ્યાસ કરવાનો આદેશ પણ  આપી દીધો છે જેનો રીપોર્ટ સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે છાવણીઓ બંધ કરવાનો પ્રસ્તાવ નવો નથી. આ પહેલા ભારતમાંં છાવણીઓ જરૂરિયાત બાબતે રક્ષા સચિવનીઅધ્યક્ષતામાં એક  ટીમની રચના ૨૦૧૫ માં થઇ ચુકી છે ત્યાર ેતે ટીમે મહુ, લખનોૈ, અલમોડા, અહમદનગર, ફીરોઝપુર અને યોલ છાવણીઓ ને સીવીલ એરીયામાં ફેરવવા માટે અલગ તારવી હતી, પણ ત્યારેકેટલાક વાંધાઓને લીધે આ પ્રસ્તાવને મંજુરી નહોતી મળી.સેનાની આ છાવણીઓમાં સેના કર્મચારીઓને સીવીલીયન મળીને ૫૦ લાખ ઘરો છે. જે મોટાભાગે પ્રાઇમ લોકેશન પર છે, એક સવાલ એવો પણ ઉઠાવાઇ રહયો છે કે આ વિચાર માટે રિયલ એસ્ટેટ દબાણ કરી રહી છે.ગયા વર્ષે રક્ષા મંત્રાલયે ટ્રાફીક સમસ્યાઓને ધ્યાનમાં લઇ છાવણીના રસ્તા સીવીલીયનો માટે ખુલ્લા મુકવાનો નિર્ણય લીધો હતો. જેના પર વર્તમાન અને રીટાયર્ડ સેના કર્મચારીઓ એ ઘણો વિરોધ કર્યો હતો. એવામાં આ મામલો એટલો સરળ નથી લાગતો. આપને જણાવી દઇએ કે મોટાભાગની છાવણીઓની સ્થાપના આઝાદી પહેલા થયેલી છે. ત્યાર ેતે રહેણાંક વિસ્તારોથી ઘણી દુર બનાવાઇ હતી, પણ સમયની સાથે અને શહેરના વિકાસ અને વસ્તીવધારાને કારણે હવ ેતે શહેરની વચ્ચે આવી ગઇ છે. (૩.૩)

(11:33 am IST)