મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

શેર બ્રોકરો ગ્રાહકો પાસેથી રોકડા નહિ લઇ શકે

લેણદેણમાં ચેક,ડીડી, ઇલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફરનો થશે ઉપયોગ : અન્ય વ્યકિતના ખાતાનો ઉપયોગ કરી નહિ શકાયઃ શેબીની સુચના

નવીદિલ્હી, તા.૧૩: કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરદલાલોને તેમના ગ્રાહકો પાસેથી કોઇ પણ પ્રકારના રોકડ રકમ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેઓ તેમના બેંક ખાતામાં પણ ગ્રાહકોના માધ્યમથી રોકડ જમા કરવી શકશે નહી. સેબીના જણાવ્યા મુજબ શેરદલાલ ગ્રાહકોને લેણદેણના મામલે કોઇ અન્ય વ્યકિત દ્વારા આપેલો ચેક સ્વીકાર કરશે નહિ આ પગલોનો હેતું ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહા આપવાનો છે.

સેબીએ એક નોટિફિકેશીમાં કહ્યું કે વર્તમાનમાં ઇલેકટ્રોનીક માધ્યમાંથી ચુકવણીના અનેક વિકલ્પો રહેલા છે તેને મેઇને શેર દલાલાને આદેશ આપવામાં આવી રહ્યો છે કે તેઓ ગ્રાહકોને પણ રોકડમાં ચુકવણી કરશે નહી.

સેબીએ કહ્યું કે હવે તે શેરદલાલ અને તેના ગ્રાહકો વચ્ચે કોઇ પણ ના લેણ દેણ રોકડની ચુકવણીમાં થશે નહિ નિયામકના જણાવ્યા મુજબ હવે બંને પક્ષો વચ્ચે નાર્ણાકીય લેણદેણ ચેક, ડિમાન્ડ ડ્રાફટ, ઇલેકટ્રોનીક ફડં ટ્રાન્સફરના માધ્યમથી સીધા ખાતામાં ચુકવણી અથવા આરબીઆઇ દ્વારા સ્વીકૃત કોઇ અન્ય માધ્યમથી સત્યવ થશે.

ઉલ્લેખનીય છે કે કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સરકાર રોકડના ટ્રાન્સફર માટે ડિજીટલ માધ્યમો પર જોર આપી રહ્યા છે. નાણાંકીય સંસ્થાઓ અને બેંકોએ પણ ઇલેકટ્રોનીક માધ્યમથી ચુકવણી માટે અનેક પગલા ભર્યા છે તેમાં ઓનલાઇન બેક્રિંગ અને મોબાઇલ બેક્રિગ અને યુપીઆઇ જેવા માધ્યમ સામેલ છે.(૨૨.૬)

 

(11:31 am IST)