મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

સુહાગરાતના દિવસે પત્ની પર અત્યાચાર કર્યા : હોસ્પિટલમાં દાખલ કરવી પડી

પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડના રોડથી વાર કર્યો હતો

ગાઝીયાબાદ તા. ૧૩ : લગ્નની પહેલી રાત્રે પતિ પર નવ વધૂ પર અત્યાચાર ગુજાર્યાનો આરોપ લાગ્યો છે. ગાઝિયાબાદ સ્થિત મોહનનગર હોસ્પિટલમાં મહિલાને દાખલ કરાવવામાં આવી છે. કહેવાય છે કે હેવાન બનેલા પતિએ પત્ની પર અત્યાચાર ગુજારવામાં કોઈ કમી નહોતી છોડી તેણે પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડના રોડથી વાર કર્યો હતો.

 

મળતી વિગતો પ્રમાણે, પીડિતા નિવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહે છે. ૮ જુલાઈના રોજ તેના અને તેની નાની બહેનના નિકાહ એક સાથે થયા હતા. પીડિતના નિકાહ બાગપતના સિંધાવલી આહીરમાં થયા હતા. આરોપી પતિ બાગપતમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પીડિતાના ભાઈએ જણાવ્યું કે તેમના ત્યાં લગ્નના બીજા દિવસ ખોળો ભરવાની વિધિ કરવામાં આવે છે.

૯ જુલાઈએ જયારે બહેન સાસરે પહોંચી તો તેની તબીયત ઠીક નહોતી. ભાઈના જણાવ્યા પ્રમાણે રુમમાં તેની બહેન બેભાન હાલતમાં પડી હતી. સાસરિયાઓ સાથે તેઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા, અહીં ડોકટરો તેની સારવાર કરી શકયા નહીં પછ તેને ગાઝિયાબાદ લઈ આવ્યા.

ડોકટરોએ જણાવ્યું કે દુલ્હનની હાલત ગંભીર છે. લોખંડના સળિયાના કારણે તેના આંતરડા કપાઈ ગયા છે. પ્રાઈવેટ પાર્ટમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે અને ગર્ભાશયને પણ નુકસાન થયું છે. પીડિતાના પરિવારજનોએ પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ કરી છે. જોકે, હજુ કારણ જાણવા નથી મળ્યું.

એસપી બાગપત જયપ્રકાશે પોતાની પાસે આ ઘટનાની માહિતી ન હોવાનું જણાવ્યું છે. તેમનું કહેવું છે કે જો આટલી મોટી ઘટના બની હોત તો તેમને માહિતી મળી હોત. પરિવારજનોનું કહેવું છે કે લોકો ૧૧ જુલાઈની રાત્રે સિંધાવલી અહીર પોલીસ સ્ટેશનના એસએચઓને મળ્યા હતા અને ફરિયાદ કરી હતી.(૨૧.૮)

(10:54 am IST)