મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

પહેલાં ચોરટોળકીએ રોડ પર ડાન્સ કર્યો અને પછી પાંચ દુકાનો સાફ કરી નાખી

નવી દિલ્હી તા.૧૩: દિલ્હીના લાહોરી રંગમહલની ગલીમાં એક રાતમાં લગભગ પાંચ દુકાનોમાં એકસાથે ચોરી થઇ. ૧૧ જુને મળસ્કે ચાર વાગ્યાની આ ઘટના છે. પાંચ ચોર આ ગલીમાં આવે છે. મિથુન ચક્રવતી સ્ટાઇલમાં ગલીમાં ઠુમકા લગાવે છે અને પછી આજુબાજુમાં આવેલી પાંચ દુકાનોનાં તાળાં તોડીને એમાં લૂંટ મચાવે છે. મોબાઇલ, મોંઘો સામાન અને કેશ લઇને છૂ થઇ જાય છે. સવારે જયારે દુકાનદારોને દુકાનના શટર તૂટેલા મળે છે એટલે તેઓ પોલીસમાં ફરીયાદ નોંધાવે છે. આ ઘટના કેવી રીતે બની એ શોધવા પોલીસ એ વિસ્તારમાં આવેલા કેમેરાનું ફુટેજ તપાસે છે ત્યારે ખબર પડે છે કે ચોરની ટોળકી ડાન્સની શોખીન હતી. આ ફુટેજ સોશ્યલ મીડિયા પર જબરું વાઇરલ થયું હોવા છતાં હજી પાંચમાંથી એકેય ચોરનો પત્તો નથી લાગ્યો. (૧.૭)

(10:13 am IST)