મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

‘‘વોઇસ ઓફ સ્‍પેશ્‍યલી એબલ્‍ડ પિપલ (VOSAP)'': અમેરિકામાં યોજાયેલી યુનાઇટેડ નેશન્‍શની ૧૧મી કોન્‍ફરન્‍સમાં VOSAPના ફાઉન્‍ડર શ્રી પ્રણવ દેસાઇનું બહુમાન કરાયું: દિવ્‍યાંગોના હકકો માટે કાર્યરત VOSAP મોબાઇલ એપ.ને વિશ્વના ૩૫૦ NGOનું સમર્થન મળ્‍યું

વોશીંગ્‍ટનઃ તાજેતરમાં ૧૪ જુન ૨૦૧૮ના રોજ યુનાઇટેડ નેશન્‍શના હેડ કવાર્ટરમાં ૧૧મી કોન્‍ફરન્‍સ ઓફ સ્‍ટેટ પાર્ટીસ (COSP)નું ત્રિદિવસિય આયોજન કરાયું હતું. જેમાં જાપાનની વિશ્વમાં પ્રથમ ૧૦મા સ્‍થાન ધરાવતી આઇ.ટી.સર્વિસ કંપની NTT DATA કોર્પોરેશન દ્વારા'' વોઇસ ઓફ સ્‍પેશ્‍યલી એબલ્‍ડ પિપલ (VOSAP)ના ફાઉન્‍ડર શ્રી પ્રણવ દેસાઇને પ્રશસ્‍તિ પત્ર આપી તેમનું બહુમાન કરાયું હતું.

 આ તકે VOSAPને સમર્થન આપનાર વિશ્વના ૩૫૦ NGOના વોલન્‍ટીઅર્સને ટાન્‍ઝાનિઆના ડેપ્‍યુટી મિનીસ્‍ટરએ બિરદાવ્‍યા હતા. તથા VOSAPમોબાઇલ એપ.ના વ્‍યાપમાં રસ લેવા તથા ભારત સરકાર દ્વારા કરાયેલી પહેલ બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. જે માટે તેમણે સુશ્રી શકુંતલા ગામીનનો વિશેષ આભાર માન્‍યો હતો.

આ અગાઉ VOSAP ટીમએ જાપાન ખાતેના ભારતના રાજદૂત શ્રી સુજન ચિનોઇની મુલાકાત ૨૨મે ૨૦૧૮ના રોજ લીધી હતી. તથા ભારતના આ પ્રોગ્રામને જાપાનનો સહયોગ મળે તેવી વ્‍યવસ્‍થા કરાવવા વિનંતી કરી હતી. ઉપરાંત અમેરિકાના લોસ એન્‍જલસ ખાતે VOSAPની સ્‍થાનિક ટીમએ ભારતના રાજદૂત શ્રી અશોકકુમારની મુલાકાત લઇ NRI કોમ્‍યુનીટી દ્વારા આ પ્રોજેકટને સહયોગ મળે તેવી વ્‍યવસ્‍થા કરવા વિનંતી કરી હતી.

ભારતના અમદાવાદની નિરમા યુનિવર્સિટી દ્વારા પણ આ માટે VOSAPની સ્‍થાનિક ટીમને સહકાર મળ્‍યો હતો.

VOSAP દ્વારા દિવ્‍યાંગોને વિશેષ હક્કો અપાવવા માટે થતા પ્રયત્‍નોને વેગ આપવા અમેરિકાના લોસ એન્‍જલસની ટીમએ પદમશ્રી આર્ટીસ્‍ટ શેખર સેનનો પ્રોગ્રામ યોજવાનું નક્કી કર્યુ છે. જેઓ ૧૬મી સદીમાં થઇ ગયેલા શ્રીકૃષ્‍ણના ભક્‍ત સુરદાસ' નું પાત્ર ભજવશે.

વિશેષ માહિતી માટે  voiceofsap.org સંપર્ક સાધી passionate team fo volunteers માં જોડાવા અનુરોધ કરાયો છે. તેવુ શ્રી પ્રણવ દેસાઇની યાદી જણાવે છે.

(10:21 am IST)