મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

રજાની મજા માણવા સપરિવાર સિંગાપોર ગયેલા ભારતના ડોકટરને ૨ સપ્‍તાહની જેલઃ સ્‍વિમિંગ પુલ તથા હોટલમાં ૪ મહિલાઓ સાથે શારિરીક અડપલા કર્યા

સિંગાપોરઃ સિંગાપોરમાં રજાની મજા માણવા મરીના બે સેન્‍ડસ હોટલ કોમ્‍પ્‍લેક્ષમાં પરિવાર સાથે ગયેલા ભારતીય ડોકટર ૪૬ વર્ષીય જગદીપસિંઘ અરોરાને સ્‍થળ ઉપર આવેલી ૪ મહિલાઓની સાથે શારિરીક અડપલા કર્યાના આરોપસર બે સપ્‍તાહની જેલસજા થઇ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ ૪ મહિલાઓ પૈકી બે સાથેના અભદ્ર વર્તનને ધ્‍યાને લેવાયું હતું.

૨૮ જુનના રોજ બનેલી આ ઘટના લુધિયાણાની ૨૫ વર્ષીય યુવતિ તથા કોરિઆની ૨૦ વર્ષીય યુવતિના ગુપ્‍ત અંગો ઉપર હાથ ફેરવ્‍યો હતો.

ડોકટરે થોડો નશો કર્યો હોવાથી આવું બન્‍યુ હોવાનો તેના એડવોકેટએ બચાવ કર્યો હતો. તેની નિષ્‍કલંક કારકિર્દીને ધ્‍યાને લઇ તેને ઉપરોક્‍ત હળવી સજા ફરમાવાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

 

(11:06 pm IST)