મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

આપબળે સૌથી વધુ શ્રીમંત બનેલી અમેરિકાની ૬૦ મહિલાઓમાં ભારતીય મૂળની બે મહિલાઓઃ ફોર્બ્‍સ મેગેઝીન દ્વારા જાહેર કરાયેલી ૬૦ મહિલાઓની યાદીમાં ૧૮મા ક્રમે સુશ્રી જયશ્રી ઉલ્લાલ તથા ૨૧મા ક્રમે સુશ્રી નિરજા શેઠીએ સ્‍થાન મેળવ્‍યું

ન્‍યુયોર્કઃ વિશ્વ પ્રસિધ્‍ધ ફોર્બ્‍સ મેગેઝીન દ્વારા અમેરિકાની આપબળે સૌથી વધુ શ્રીમંત બનેલી ૬૦ મહિલાઓની યાદીમાં ભારતીય મૂળની ૨ મહિલાઓએ સ્‍થાન હાંસલ કર્યુ છે.

આ ૨ મહિલાઓમાં ૧-૩ બિલીઅન ડોલરની સંપતિ સાથે સુશ્રી જયશ્રી ઉલ્લાલએ ૧૮મું તથા સુશ્રી નિરજા શેઠીએ ૨૧મું સ્‍થાન મેળવ્‍યું છે.

(11:05 pm IST)