મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

‘‘હેલ્‍થ કેર હીરોઝ એવોર્ડ'': અમેરિકાના ન્‍યુજર્સીમાંᅠNJBIZ ના ઉપક્રમે આરોગ્‍ય ક્ષેત્રે સેવાઓ આપતા ઓર્ગેનાઇઝેશન્‍શનું બહુમાન કરાયું: છેલ્લા ર૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફીટ ‘‘ઇન્‍ડિયન હેલ્‍થ કેર ઓફ ન્‍યુજર્સી (IHCNJ)'' ને ‘‘એજયુકેશન હીરો એવોર્ડ'' એનાયત

(દિપ્તીબેન જાની દ્વારા ) ન્‍યુજર્સી : તાજેતરમાં ૧૯ જુન ર૦૧૮ મંગળવારના રોજ અમેરિકાના  ન્‍યુજર્સીમાં આવેલા સમરસેટના પેલેસમા હેલ્‍થ કેર હીરોઝ એવોર્ડ વિતરણ પ્રોગ્રામ યોજાઇ ગયો.

ન્‍યુજર્સીના NJBIZ  ના ઉપક્રમે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજસી (IHCNJ)  ને એજયુકેશન હીરો એવોર્ડ એનાયત કરાયો હતો.

છેલ્લા ર૦ વર્ષથી એશિયન અમેરિકન પ્રજાજનોની આરોગ્‍ય સેવાઓ માટે કાર્યરત નોન પ્રોફિટ IHCNJ  દ્વારા અત્‍યાર સુધીમાં વીમો નહી ધરાવતા અથવા ઓછો ધરાવતા ૧૦ હજાર જેટલા પ્રજાજનોનું વિનામૂલ્‍યે નિદાન કરી  અપાયું છે.  તથા રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાયું છે. જે કાર્ય IHCNJ ના પ્રેસિડન્‍ટ ડો. તુષાર પટેલ તથા ટ્રસ્‍ટી  ડો. અશોક પટેલની ટીમ દ્વારા કરાયું છે.

હેલ્‍થ કેર હીરોઝ પ્રોગ્રામમાં  જુદી જુદી કેટેગરી હેઠળ જુદા જુદા  ઓર્ગેનાઇઝેશન્‍શને એવોર્ડ એનાયત કરાયા હતા. જે વિજેતાઓને પસંદ કરવા માટે હોસ્‍પિટલ એલાયન્‍સ ઓફ  ન્‍યુજર્સીના પ્રેસિડન્‍ટ તથા CEO  સુઝાને ઇરવાની હેલ્‍થ કેર ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ન્‍યુજર્સીના પ્રેસિડન્‍ટ તથા CEO  ડિન જે. પારાનિકસ ન્‍યુજર્સી સ્‍ટેટ નર્સીસ એશોશિએશનનાં CEO જયુડી સમિર એ પોઇન્‍ટ પધ્‍ધતિ  દ્વારા નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી.

આ તકે ૪૦૦  ઉપરાંત ગેસ્‍ટ હાજર રહ્યા હતા.  સમગ્ર પ્રોગ્રામનું કવરેજ તથા વિશેષ માહિતી  www.njbiz.com/events   દ્વારા અથવા aacquaviva@njbiz.com  દ્વારા અથવા કોન્‍ટેક નં. (૭૩૨)૨૪૬-૫૭૧૩ દ્વારા મેળવી શકાશે તેવું  IHCNJ પ્રેસિડન્‍ટ ડો. તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(11:04 pm IST)