મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

કોરોના સક્રિય કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે : દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા : રિકવરી રેટ 95 ટકાથી વધી ગયો

નવી દિલ્હી : દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધી ગયો છે. સક્રિય કેસ 4 ટકાથી નીચે આવી ગયા છે. કોરોના સક્રિય કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલના પછી ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે.

(6:42 pm IST)