મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

ચાઈનાના શિઆનમાં ગેસલાઈનમાં વિસ્ફોટ થતા 12 લોકોના મોત : 138 લોકો ઘાયલ : 37 લોકો ગંભીર :ભારે અફરાતફરી

ઝિયાનના યાન્હુ માર્કેટમાં વિસ્ફોટ : ઘણા મકાનોને નુકસાન થયું

ચાઈના ના હુબેઈ પ્રાંતના શિઆન શહેરમાં આજે રવિવારે સવારે ગેસ પાઈપ લાઈન ફાટતા થયેલા ગેસ વિસ્ફોટ દરમ્યાન 12 લોકોના મૃત્યુ થયા હતા અને 138 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી 37 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઘટના બાદ હજુપણ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હોવાનું કહેવાય છે. સત્તાવાર મીડિયા મુજબ, આ વિસ્ફોટ માં ઘણા મકાનોને નુકસાન થયું હતું. વિસ્ફોટ સવારે 6.30 વાગ્યે ઝાંગવાણ જિલ્લાના સ્થાનિક સમુદાય વિસ્તારમાં થયો હતો. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઝિયાનના યાન્હુ માર્કેટમાં વિસ્ફોટ થયો તે સમયે કેટલાક લોકો બજારમાં નાસ્તો કરી રહ્યા હતા તો કેટલાય શાકભાજી ખરીદી રહ્યા હતા આવા સમયે બનેલી દુર્ઘટના ને લઈ જાનહાની થવા પામી છે.

(6:09 pm IST)