મુખ્ય સમાચાર
News of Sunday, 13th June 2021

મુંબઇ ચાંદવલી વિસ્‍તારમાં શિવસેનાના ધારાસભ્‍યની કેમેરામાં ખુલ્‍લેઆમ દાદાગીરી કેદ થતા ચકચાર

પાણીના ટ્રકટરમાં નાખી આપી સજા : ધક્કો પણ માર્યો

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. મુંબઈમાં શિવસેનાના MLAએ એક કોન્ટ્રાક્ટર સાથે ગેરવર્તણૂકની તમામ હદો વટાવી નાંખી હતી. શેવસેનાના નેતા ભૂલી ગયા કે, કોરોના ફેલાઈ રહ્યો છે. એવામાં તેમની આ હરકત કોઈ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટના મુંબઈના ચાંદીવલી વિસ્તારથી શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડે સાથે સંકળાયેલી છે. જેમણે રસ્તા પર પાણી ભરાઈ જતા એક કોન્ટ્રાક્ટરને સજા આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેના કહેવા પ્રમાણે ના બેસવા પર પાર્ટીના કાર્યકર્તાઓએ કોન્ટ્રાક્ટરને ધક્કો પણ માર્યો હતો. આટલું જ નહીં, ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને રસ્તા પર ભરાયલા ગંદા પાણીમાં બેસાડીને તેના માથા પર કચરો પણ નંખાવ્યો હતો. તેમની આ હરકત વીડિયોમાં વાયરલ થઈ ગઈ છે. Shiv Sena MLA Video Viral

પોતાની દાદાગીરી પાછળ શિવસેનાના નેતાએ દલીલ રજૂ કરી છે કે, કોન્ટ્રાક્ટર પોતાનું કામ યોગ્ય રીતે નહતો કરી રહ્યો. આથી તેની સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે. ધારાસભ્યની નારાજગી એ વાતને લઈને હતી કે, નાળાની સફાઈ યોગ્ય રીતે ના થવાના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું.

જણાવી દઈએ કે, મુંબઈમાં છેલ્લા થોડા દિવસોથી ચોમાસાનું વરસાદ વરસી રહ્યો છે. એવામાં ઠેર-ઠેર પાણી ભરાવવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર સાથે જે કર્યું, તેને કોઈ પણ રીતે યોગ્ય ના ઠેરવી શકાય.

(4:09 pm IST)