મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

દેશમાં કોરોનાના વળતાપાણી : નવા 65.455 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.11.734 દર્દીઓ રિકવર થયા : વધુ 3061 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.70.168 થયો :એક્ટિવ કેસ ઘટીને 10.27.271 થયા : કુલ કેસની સંખ્યા 2.94.24.006 થઇ

સૌથી વધુ તામિલનાડુમાં 15.108 કેસ, મહારાષ્ટ્રમાં 10.697 કેસ, કર્ણાટકમાં 9785 કેસ, આંધ્રપ્રદેશમાં 6952 કેસ,ઓરિસ્સામાં 4852 કેસ, પશ્ચિમ બંગાળમાં 4286 કેસ,આસામમાં 3463 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 65.455 કેસ નોંધાયા છે. જ્યારે 1.11.734 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 65.455 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3061 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,70.168 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.11.734 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,94.24.006 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 10.27.271 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.11.734 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,80.15.044 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 15.108 કેસ, મહારાષ્ટ્રમાં 10.697 કેસ, કર્ણાટકમાં 9785 કેસ, આંધ્રપ્રદેશમાં 6952 કેસ,ઓરિસ્સામાં 4852 કેસ, પશ્ચિમ બંગાળમાં 4286 કેસ,આસામમાં 3463 કેસ નોંધાયા છે

(1:21 am IST)