મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

દેશમાં કેટલા લોકોમાં એન્ટિબોડીઝ બની ? :કયારે આવશે હર્ટ ઇમ્યુનિટી : ICMR દ્વારા દેશમાં ચોથો સીરો સર્વે કરાશે

દેશમાં કોવિડ-19ના ફેલાવાનું તારણ કાઢવા માટે ICMR ચોથા તબક્કાનું રાષ્ટ્રીય સીરો સર્વેક્ષણ કરશે

નવી દિલ્હી :કેન્દ્રીય આરોગ્ય વિભાગે શુક્રવારે કહ્યું કે, દેશમાં કોવિડ-19ના ફેલાવાનું તારણ કાઢવા માટે ICMR ચોથા તબક્કાનું રાષ્ટ્રીય સીરો સર્વેક્ષણ કરશે. જો કે, આ સાથે તમામ રાજ્યને પણ આ સર્વેક્ષણ માટે પ્રેરિત કરવા જોઈએ.જેથી કોરોનાના ફેલાવા અંગે તારણ કાઢી શકાય. નીતિ આયોગના સદસ્ય વીકે પૉલે કહ્યું કે, ICMR આ મહિનાથી ચોથા તબક્કાનું સર્વેક્ષણ કરશે.

ભારતીય આર્યુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ મુજબ 21 રાજ્યના 70 જિલ્લામાં સીરો સર્વેક્ષણ કરવામાં આવશે. જેમાં 6 વર્ષથી મોટી ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવશે. આ સીરો સર્વેમાં લોકોના શરીરમાં કોરોના વાઈરસની એન્ટીબોડી બની છે કે નહીં. તેની ચકાસણ કરવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બની ચૂકી છે. તેનો મતલબ તે વાઈરસથી સંક્રમિત થયો છે. આ ટેસ્ટ માટે સીરો સર્વેમાં લોહીના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ સર્વેમાં એ વાતનો પણ ખ્યાલ આવે છે કે, સંક્રમણ કેટલા સ્તર સુધી ફેલાયું છે.

ICMRના ત્રીજા તબક્કાનું સીરો સર્વે 17 ડિસેમ્બર 2020થી 8 જાન્યુઆરી 2021 વચ્ચે થયું હતું. તો નીતિ આયોગના પૉલે કહ્યું કે, રાજ્યવાર આ સર્વે કરવો જોઈએ. જેથી મહામારીના સંકટને ટાળી શકાય છે. જિલ્લા અને રાજ્યના સ્તર પર એવા સ્થળ પર આ સર્વેની કામગીરી થવી જોઈએ. જ્યાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. અને ચોથો સર્વે એવા સમયમાં કરવામાં આવશે. જ્યારે સામાન્ય વ્યક્તિઓ માટે રસીકરણનો કાર્યક્રમ શરૂ કરી દેવાશે.

(12:52 am IST)