મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

દીવના વણાંકબારામાં ભારે પવનને કારણે લગ્નમંડપ હવામાં ફંગોળાયા: નંદોદના વિરપોરમાં વરસાદે લગ્નમાં વિધ્ન ઉભુ કર્યું

વણાંકબોરામાં દર વર્ષની જેમ 40 થી 45 સમુહ લગ્નનું આયોજન

 

રાજ્યમાં અનેક વિસ્તારેમાં વાયુ વાવઝોડાને કારણે ભારે પવન અને વરસાદનો માહોલ જોવ મળ્યો છે. દીવ મા વાયુ ની દસ્તક નો કહેર યથાવત છે  દીવના વણાંકબારા ખાતે ભારે પવનને કારણે લગ્ન મંડપ હવામાં ફંગોળાયા હતા. જેમાં વણાંકબોરા ખાતે આવતી કાલે દર વર્ષની જેમ 40 થી 45 સમુહ લગ્નનું આયોજન કરાયું હતું. પરંતુ વાયું ચક્રવાતને પગલે ભારે પવન ફૂંકાતા લગ્નના મંડપો હવામાં ફંગોળાયા હતા

બીજી તરફ નંદોદના વિરપોર ગામે વરસાદે લગ્નમાં વિધ્ન ઉભુ કર્યું.લગ્નની ચાલુ વિધી દરમ્યાન અચાનક વરસાદ તૂટી પડતાં લગ્નવિધીમાં બાધા ઉભી થઇ હતી અને વરસાદને લીધે સમગ્ર મંડપ ધોવાઇ ગયો હતો..વરસાદે મહેમાનો સહિત યજમાનને ચિંતામાં મુકી દીધા હતા પરંતુ થોડા સમય બાદ વરસાદ રોકાતા લોકોને હાશકારો થયો હતો.

(12:25 am IST)