મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

ગોવા સમુદ્રમાં તણાયેલ યુવકને કોસ્ટગાર્ડે કર્યો એરલિફ્ટ

ભારે પવનને કારણે દરિયામાં વહી ગયેલ યુવકને કોસ્ટ ગાર્ડની ટીમે બચાવ્યો

 

પણજીઃ ગોવામાં કોસ્ટ ગાર્ડેના એક હેલિકોપ્ટરે બચાવ અભિયાન અંતર્ગત આજે  બપોરે કાબો ડી રામા બીચથી 2 નૉટિકલ માઈલ દૂર એક ડૂબતા શખ્સનો જીવ બચાવ્યો હતો  બચાવવામાં આવેલ યુવકની ઉંમર 20 વર્ષ જણાવવામાં આવી રહ્યું છે તે ભારે પવનને કારણે દરિયામાં વહી ગયો હતો. જો કે, તે  ખરાબ હવામાન છતાં જીવ બચાવવામાં સફળ રહ્યો હતો ઘટનાની જાણ થતા બચાવ કાર્ય માટે તટરક્ષક હેલીકોપ્ટરને મોકલી આપવામાં આવ્યું હતું.

ઘટના સ્થળે પહોંચેલ કોસ્ટ ગાર્ડની ટીમે યુવકને શોધી કાઢ્યો અને તેને સમુદ્રમાં એરલિફ્ટ કરી તટ પર પહોંચાડ્યો હતો . કોસ્ટગાર્ડ વ્યક્તિને એરકોન્ક્લેવ કરવા લઈ ગયા, જ્યાં એક એમ્બ્યુલેન્સ ડૉક્ટરની ટીમ સાથે હાજર હતી. યુવકને બાદમાં બાજુના એક હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો છે.

 

(12:18 am IST)