મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

હોંગકોંગમાં પ્રસ્તાવિત પ્રત્યર્પણ બિલના વિરોધમાં પ્રદર્શન :હજારો લોકો રસ્તામાં ઉતાર્યા :12 કલાક સુધી ચક્કાજામ: 79 વ્યક્તિ ઘાયલ

પોલીસે રબરની ગોળીઓ ચલાવી, ટીયરગેસ છોડ્યા,મિર્ચ સ્પ્રે કર્યું.:

 

હોંગકોંગમાં પ્રસ્તાવિત પ્રત્યર્પણ બિલ વિરુદ્ધ ચાર દિવસથી લોકોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે.

  પ્રદર્શનકારીઓએ બિલને પરત લેવા સરકારને બુધવારે સવારે 7 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.પરંતુ તેમ છતાં વરસતા વરસાદમાં 50 હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 12 કલાક સુધી રસ્તામાં ચક્કાજામ રહ્યો હતો.

  લોકોને રોકવા પોલીસે રબરની ગોળીઓ ચલાવી, ટીયરગેસ છોડ્યા,મિર્ચ સ્પ્રે કર્યું. જેમાં 79 લોકો ઘાયલ થયા.છે લોકોએ પણ પોલીસ પર પત્થરમારો કર્યો.. વિદ્યાર્થીઓ, લોકતંત્ર સમર્થક, ધાર્મિક સંગઠન અને વેપારી પ્રતિનિધિ એમ તમામ લોકો પ્રત્યપ્રણ બિલનો વિરોધ કરી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  1997માં યુકે-ચીન સમજૂતી અંતર્ગત હોંગકોંગ ચીનને સોંપાયું હતું. ત્યારબાદથી અહીં અત્યાર સુધીની સૌથી મોટી રાજકીય અસ્થિરતા દેખાઈ છે. ભારે વિરોધ બાદ પણ હોંગકોંગ પ્રશાસન પ્રત્યર્પણ બિલ પર અડગ છે. 20 જૂને બિલ પર અંતિમ મતદાન થવાનું છે.

(12:12 am IST)