મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

ગુજરાતમાં ખાલી થયેલી રાજ્યસભાની બંને સીટ પર એકસાથે ચૂંટણી યોજવા કૉંગેસની માંગણી :ચૂંટણી પંચને કરશે રજૂઆત

ભાજપ પોતાનો ફાયદો કરાવવા માટે અલગ-અલગ તારીખોએ ચૂંટણી કરાવવા ઇચ્છે છે

 

નવી દિલ્હી :ભાજપના અધ્યક્ષ અમિતભાઇ  શાહ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકસભા ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાં ખાલી થયેલી રાજ્યસભાની બે બેઠકો પર એક સાથે ચૂંટણી યોજવા  કોંગ્રેસે માંગ કરી છે કોંગ્રેસને આશંકા છે કે, બન્ને સીટો પર ભાજપ પોતાનો ફાયદો કરાવવા માટે અલગ-અલગ તારીખોએ ચૂંટણી કરાવવા ઇચ્છે

  અત્રે ઉલ્લેખનીય છે કે  લોકસભા ચૂંટણીમાં અમિતભાઈ  શાહ ગુજરાતની ગાંધીનગર સીટ અને સ્મૃતિ ઇરાની યુપીની અમેઠી સીટ પર થી ચૂંટણી જીતી છે. તેમજ બન્ને ગુજરાતથી રાજ્યસભાનાં સાંસદ છે.

  કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીે જણાંવ્યું કે, કોંગ્રેસ પાર્ટીનું એક પ્રતિનિધી મંડળ ટુંક સમયમાં મામલે ચૂંટણી પંચને પોતાની રજુઆત કરશે. મીડિયા સાથે વાત કરતાં સિંઘવીએ જણાંવ્યું કે,અમારી પાસે એવી જાણકારી છે કે, ગુજરાતમાં રાજ્યસભાની બે સીટ માટે જુદી-જુદી તારીખે ચૂંટણી કરાવવામાં આવે તેવી શક્યતા છે. જો આવું થાય તો તે ગેરબંધારણીય છે. આવું કરવાનો સાફ મતલબ છે કે સત્તારૂઢ પાર્ટી બન્ને સીટો જીતી લે. જો એકસાથે ચૂંટણી થાય તો એક સીટ વિપક્ષને મળશે.

  કોંગ્રેસ નેતા સિંઘવીનું કહેવું છે કે, અમે એવું નથી કહેતા કે ચૂંટણી એકસાથે થવા જઇ રહિ છે,પરંતુ અમારી આશંકા છે. જે અમે મીડિયાનાં માધ્યમથી ચૂંટણી પંચ સુધી અમારી લાગણી પહોંચાડવા માગીએ છે. અમે ખુબ જલ્દી ચૂંટણી પંચને મળીને અમારી વાત રજુ કરીશું

અભિષેક મનુ સિંઘવીએ જણાંવ્યું કે અમે ચૂંટણી પંચને આગ્ર કરીશું કે ગુજરાતની બન્ને સીટો પર એકસાથે ચૂંટણી યોજવામાં આવે. કારણ કે અમિત શાહ અને સ્મૃતિ ઇરાની એક સાથે લોકસભા માટે ચૂંટાયા

(12:11 am IST)