મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

પશ્ચિમ બંગાળના ડોકટરોને હડતાળથી પરત ફરવા મમતા બેનરજીએ આપ્યું ૪ કલાકનું અલ્ટીમેટમ

        કલકતાની એક સરકારી હોસ્પિટલમાં જુનિયર ડોકટરને મારપીટ પછી હડતાળ પર ગયેલ પશ્ચિમ બંગાળના બધા ડોકટરોને મુખ્યમંત્રી મમતા બેનરજીએ ૪ કલાકની અંદર કામ પર ચડી જવાનું અલ્ટીમેટમ આપ્યું છે. કલકતા અને રાજયની ઘણી હોસ્પિટલોના ડોકટર બુધવારથી હડતાળ પર છે. અને ઘણી હોસ્પિટલોમાં આપાતકાલિન સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે.

(11:52 pm IST)