મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

વાયુ વાવાઝોડું હજુ 12 કલાક વાવાઝોડુ સમુદ્ધમાં જ રહેશે સુત્રપાડાના ધામળેજમાં 114 કી,મીની ઝડપે પવન ફુંકાયો

સોમનાથ, પોરબંદર, દિવ, જૂનાગઢ અને દ્વારકામાં અસર કરશે

ગુજરાતના દરિયામાં વાયુ વાવાઝોડું હજુ પણ સિવીયર સાયક્લોન સ્ટેજનમા છે. હજુ તેની તિવ્રતા ઘટી નથી. માત્ર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. વેરાવળથી 100 કિલોમીટર અને પોરબંદરથી 130 કિલોમીટર દૂર છે.

   હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમનાથ, પોરબંદર, દિવ, જૂનાગઢ અને દ્વારકામાં અસર કરશે. જોકે અતિ ભારે વરસાદની આગાહી હતી તેમાં ઘટાડો થયો છે. તેમ છત્તા તમામ બંદરો પર 9 નંબરનુ સિગ્નલ યથાવત છે. આગામી 12 કલાસ સુધી વાયુ વાવાઝોડુ સમુદ્ધમાં રહેશે. જેથી આગામી 12 કલાક ગુજરાત માટે ખૂબ મહત્વના છે.

  વેરાવળના સુત્રાપાડા નજીકના ધામનેલજ ગામ ખાતે પવનની સૌથી વધુ 114 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નોંધાઈ છે.

(10:09 pm IST)