મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

BAPS ચિનો હિલ્સ કેલિફોર્નિયાના ઉપક્રમે " ગ્રીન-વોક એ થોર્ન " નું આયોજન કરાયું : આબાલ વૃધ્ધ સહીત અનેક હરિભક્તો જોડાયા

કેલિફોર્નિયા : બી..પી.એસ. ચીનો હીલ કેલિફોર્નિયા દ્વારા પરંપરાગત વોક 'થોર્ન વોક ગ્રીન ૧૯ ' નું આયોજન મહંતશ્રી સર્વદર્શન સ્વામી તથા અક્ષરવંદન સ્વામીની આજ્ઞાથી કાર્યકર્તાઓ સર્વશ્રી નિખિલ પટેલ,કલ્પેશ મિસ્ત્રી,દીપેશ પટેલ (લાલુ મામા ) તથા અસંખ્ય સ્વયંમસેવકોની ચીવટપૂરવકના આયોજનથી સફળતા પૂર્વક કરવામાં આવ્યું..... અસંખ્ય સ્પર્ધકોને શ્રી ગોવિંદભાઈ વઘાસીયાએ આવકાર્યા અને સંત મહંતોના આશિર્વાદ સાથે સ્પર્ધકોને  શ્રી નરેશ સોલંકી ( મેયરશ્રી સરીટોઝ સીટી ) સિન્થિયા મોરેન ( મેયર - ચીનો હીલ્સ ) તથા પીટર રોઝર્સ દ્વારા લીલી ઝંડી બતાવીને સ્પર્ધા શરુ કરાવી હતી.

      વોક..થોર્ન માં આવેલ ફંડને સ્થાનિક સંસ્થાઓ તથા નેચર કનર્ઝવન્સી, પ્લાન્ટ બીલીયન ટ્રી તથા હાઉસ ઓફ રૂથના ગ્રીનરીના નોબલ કાર્ય માટે યોજાયેલ કાર્યમાં ભક્તોએ મન મુકીને અબાલ વ્રુધ્ધ સૌએ ભાગ લીધો હતો. ફંડ કલેક્શનમાં દર વર્ષની માફક વર્ષે પણ પ્રથમ સ્થાને શ્રી દીપેશ પટેલ ( લાલુ મામા ) અને શ્રી નવિન મારૂ પ્રથમ સ્થાને આવીને ગૌરવ પ્રપ્ત કર્યુ હતું.

       અસંખ્ય ડોનર્સ દ્વારા ફંડ સમર્પિત કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા સૌને સુંદર લંચ કરાવીને તુર્પ્ત કર્યા હતા. સંસ્થાના કાર્યકર્તાઓ,ડોનર્સ,ભાવિક ભક્તો,ભાગ લેનાર સર્વ અબાલ-વ્રુધ્ધ મહિલાઓ,સંતગણ તથા સમગ્ર સંસ્થાને સુંદર કાર્ય બદલ અભિનંદન...

તેવું માહિતી શ્રી હર્ષદરાય શાહ તથા તસ્વીર શ્રી કાંતિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયાના સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(7:28 pm IST)