મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

''એશોશિએશન ઓફ કેરાલા મેડીકલ ગ્રેજ્યુએટસ (AKMG)'': અમેરિકામાં સૌથી જુનુ ગણાતું તથા ૩ હજાર જેટલી મેમ્બરશીપ ધરાવતું એશોશિએશનઃ આગામી ૨૫ થી ૨૮ જુલાઇ દરમિયાન એશોશિએશનના ઉપક્રમે ન્યુયોર્ક મુકામે અધિવેશન યોજાશેઃ આ શાનદાર અધિવેશનની પૂર્વ તૈયારી માટે કોન્સ્યુલેટ ઓફિસ ખાતે કિક ઓફ મીટીંગ યોજાઇઃ અગ્રણી મહાનુભાવોને પ્રમાણપત્રો અપાયા

ન્યુયોર્કઃ ''એશોશિએશન ઓફ કેરાલા મેડીકલ ગ્રેજ્યુએટસ (AKMG)'' યુ.એસ.માં કદાચ સૌથી જુના તથા ૩ હજાર જેટલી મેમ્બરશીપ ધરાવતા AKMGના ઉપક્રમે આગામી ૨૫ થી ૨૮ જુલાઇ ૨૦૧૯ દરમિયાન ન્યુયોર્કમાં ચાર દિવસિય અધિવેશન યોજાશે. જેના આયોજન યોજાશે. જેના આયોજન માટે ન્યુયોર્કની ભારતની કોન્સ્યુલેટ ઓફિસ ખાતે ૨૧મે ૨૦૧૯ના રોજ કિક ઓફ મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં નાસ્સા કાઉન્ટી પૂર્વ ડેપ્યુટી કન્ટ્રોલર શ્રી દિલીપ ચૌહાણ, પદમશ્રી એવોર્ડ વિજેતા ડો.સુધીર પરીખ, કોન્સ્યુલેટ ઓફિસના પ્રતિનિધિઓ, શ્રી જયોર્જ અબ્રાહમ તથા મેમ્બર્સ સહિત ૧૦૦ ઉપરાંત લોકોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ૪ દિવસિય અધિવેશનના ચેર ડો.એલેક્ષ મેથ્યુએ AKMGની ૪૦ વર્ષ જેટલા સમયની યાત્રા તથા આ સમય દરમિયાન કરેલી ચેરીટી સહિતની બાબતોનો અહેવાલ આપ્યો હતો. તથા ડો.સી.એસ.પિચુમોની, ન્યુયોર્ક ખાતેના ભારતના કોમ્યુનીટી અફેર્સ ફોર કોન્સ્યુલ શ્રી દેવ દાસન નાયર કોમ્યુનીટી અગ્રણી શ્રી દિલીપ ચૌહાણ પદમશ્રી ડો.સુધીર પરીખ, તથા ન્યુયોર્ક સ્થિત ડો.શ્રીદેવી મેનનને પ્રમાણપત્રો અપાયા હતા.

કિક ઓફ ઇવેન્ટ દરમિયાન AKMG પ્રેસિડન્ટ ડો.થોમસ મેથ્યુ, ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ શ્રી દેવદાસન નાયર સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. ડો.નાયરએ આયુર્વેદને પણ એજન્ડામાં સમાવિષ્ટ કરવા ભલામણ કરી હતી.

ડો.એલેક્ષ મેથ્યુએ ૪ દિવસીય અધિવેશન દરમિયાન યોજાનારા વિવિધ પ્રોગ્રામ અંગે માહિતિ આપી હતી.

જેમાં વીમેન ઇન મેડિસીન સેમિનાર ગ્લોબલ હેલ્થકેર, મ્યુઝીક, ડાન્સ, મનોરંજન, ડિનર ,મેડીકલ એજ્યુકેશન ટોક, પોસ્ટર પ્રેઝન્ટેશન, સાહિત્ય સંમેલન, ધ્વનિ તરંગમ, સહિતના કાર્યક્રમોનો સમાવેશ કરાશે તેમ જણાવ્યું હતું. તેવું શ્રી અમલર તથા બોબી કુનાથના ફોટો સૌજન્ય સાથે શ્રી રોઝ ન્યુયોર્ક દ્વારા જાણવા મળે છે જેમણે વિશેષ માહિતિ માટે AKMG પ્રેસિડન્ટ ડો.થોમસ મેથ્યુનો સંપર્ક સાધવા જણાવ્યું છે.

 

(7:21 pm IST)