મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

કોંગ્રેસની ઉચ્ચ કક્ષાની બેઠકમાં રાહુલ-સોનિયા-પ્રિયંકા ગેરહાજર રહ્યાં

એન્ટનીએ સંભાળ્યુ અધ્યક્ષપદ : પક્ષના અન્ય દિગ્ગજો હાજર : ૪ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઘડાઈ

નવી દિલ્હી : કોંગ્રેસે ચાર રાજયોમાં થનારી વિધાનસભા ચુંટણી અંગે ગઇકાલે મોટી બેઠક યોજી, પરંતુ તેમાં પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધી, તેમની માતા અને પુત્રીએ અધ્યક્ષ સોનીયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા વાદ્રા ગાંધી પહોચ્યા નહીં જોકે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં કેટલાક સમય બાદ વિધાનસભા ચુંટણી યોજાશે, તેમાં બીજેપીનો સામનો કરવા માટે જમીની સ્તર પર તેમની સ્થિતી સુધારવા માટે પક્ષ શું કરશે તેના પર બેઠકમાં વિચાર વિર્મશ કરવામાં આવ્યો.

બેઠક બાદ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજવાલાએ મીડીયાને કહયું કે, રાહુલ જ આગળ પક્ષનું માર્ગદર્શન કરશે. તેમના  જણાવ્યા મુજબ  એ. કે.એન્ટની ના માર્ગદર્શનમાં ત્યાં કોંગ્રેસી નેતાઓની બેઠક યોજાઇ. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં થનારી ચુંટણીની તૈયારીઓ પર ચર્ચા થઇ છે. અમે તે ઉપરાંત અન્ય કોઇ ચર્ચા કરી નથી.

એ.કે. એટનીની અધ્યક્ષતાવાળી આ બેઠમાં પક્ષ ટ્રેઝરર અહમદ પટેલ, પી. ચિદમ્બરમ, ગુલામનબી આઝાદ, રાજયસભા વિપક્ષના ઉપનેતા આનંદ શર્મા, મલ્લિકાર્જુન, પણ, કે.સી. વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા હાજર રહયા.

જોકે રાહુલ, સોનિયા અને પ્રિયંકા આ  બેઠમાં આવ્યા નહી, તે અંગે સુરજેવાલાને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેઓએ જવાબ આપવાનો ઇન્કાર કર્યો

(4:05 pm IST)