મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

આપના વધુ એક ધારાસભ્યના કરતૂત બહાર આવ્યાઃ બીજાની જમીન હડપવાનો કેસઃ રની અટક

નવી દિલ્હીઃ ''આપ''ના ધારાસભ્ય મહેન્દ્ર યાદવ સહિત ત્રણ અન્ય વ્યકિત સામે કેસ દાખલ કર્યા પછી પોલિસે બે લોકોની ધરપકડ કરી છે.

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય પર દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર યાદવ પર વિકાસનગર વિસ્તારમાં ૧૫૦ વારના એક પ્લોટ પર ગેરકાયદેસર રીતે કબ્જે કરવાનો આરોપ છે.

ઘણા સમયથી આ ગેરકાયદેસર રીતે કબ્જે કરવામાં આવેલ પ્લોટને ખાલી કરાવવાની કોશિષ થઇ રહી હતી. રણહૌલા પોલિસ સ્ટેશનમાં કેસ દાખલ થયા પછી ધારાસભ્યના બે અંગત માણસોની ધરપકડ કરી લેવામા આવી છે.

ઉલ્લેખનિય છે કે દિલ્હી પોલીસ છેલ્લા છ વર્ષ દરમ્યાન આમ આદમી પાર્ટીના ઘણા બધા ધારાસભ્યો પર સોથી પણ વધારે કેસો દાખલ કરી ચુકી છે. જેમાંથી કોર્ટની સુનાવણીમાં ૬૦ થી પણ વધારે કેસો રદ થયા છે. કેટલાક કેસોમાં ધારાસભ્યોને ગિરફતાર પણ કરાયા છે. આ પહેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની મીટીંગ દરમ્યાન મુખ્ય સચિવ સાથે કહેવાતી મારપીટના કેસમાં ધારાસભ્ય અમાનલુલ્લાહ અને પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી હતી.

(3:43 pm IST)