મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

જમ્મુ કાશ્મીરમાં સીમાંકન મુદ્દો પાયાવિહોણો : માત્ર અફવા છે રાજ્યપાલ સત્યપાલ મલિક

વિધાનસભા ચૂંટણી માટે જે સુરક્ષા જોઈએ તે મળે તો તંત્ર તૈયાર છે.

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સિમાંકન અફવા છે.બીજીતરફ અનુચ્છેદ 370 અને 35-એને લઈ સત્યપાલ મલિકે કહ્યું કે આ ઘણી પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાં છે. જેના પર વાતચીત ચાલી રહે છે . તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે જે સુરક્ષા જોઈએ તે મળે તો તંત્ર તૈયાર છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પર વિચાર કરવાનો મુદ્દો ગરમાયો હતો. જોકે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આ ખબરને ફગાવી છે. તેમણે કહ્યું કે આ અંગે ગૃહ મંત્રાલયથી કોઈ પુષ્ટિ થઈ નથી.

(1:36 pm IST)