મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને રક્ષા બજેટમાં કર્યો વધારો

ખરાબ અર્થ વ્યવસ્થાને પગલે રક્ષા બજેટમાં કાપ મુકવાની વાતને અવગણી

પાકિસ્તાની સેનાએ દેશની ખરાબ અર્થવ્યવસ્થાને જોતા રક્ષા બજેટમાં કાપ મુકવાની વાતને પાકિસ્તાને રક્ષા બજેટમાં વધારો કર્યો છે 

કરી હતી. પાકિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે આગળનુ નાણાકિય વર્ષ માટે તેના રક્ષા બજેટને કોઈ પણ પ્રકારના બદલાવ વગર 1,15,25,350 લાખ રૂપિયાનુ રાખવામાં આવ્યુ છે. સરકારી દસ્તાવેજો મુજબ ગયા વર્ષની સરખામણીએ રક્ષા બજેટમાં 4.5 ટકાનો વધારો કર્યો છે.

   ચાલુ વર્ષ માટે રક્ષા બજેટનો આંકડો 1,10,03,340 લાખ રૂપિયા હતુ પરંતુ તે વધારીને 1,13,77,110 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યુ આમ કુલ તેમાં 5,22,010 લાખ રૂપિયાનો વધારો કરીને આગળના વર્ષ માટે 1,15,25,350 લાખ રૂપિયાનુ કરવામાં આવ્યુ હતુ.

 રેવેન્યુ મંત્રી હમ્માદ અજહરે 2019-20ના પોતાના બજેટ ભાષણમાં માત્ર એટલુ જ જણાવ્યુ કે રક્ષા બજેટ વગર બદલાવે 1,15,25,350 લાખ રૂપિયા રહેશે.

(12:53 pm IST)